________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૯
આચારના વિષવૃક્ષો જે વાવ્યા છે, તેઓને મૂલમાંથી નાશ કરવા કટ્ટીબદ્ધ બનવું. અને મીઠાં મધુરાં વૃક્ષેને વાવી આનંદદાયક ફલે મેળવવા. તેથી સુખશાતા રહેશે. કોને પણ આવવાને લાગ ફાવશે નહિ. અને જે ઉગેલા હોય તેઓને દૂર કર્યા સિવાય જીવન પર્યંત સુખ શાંતિ થવી અશક્ય છે. ખરાબ વિચાર, ઉચ્ચાર અને આચારના વિષવૃક્ષે એવા ફલેને આપે છે કે, આરંભે મીઠા લાગે છે. અને પરિણામે અત્યંત પરિતાપાદિ ઉત્પન્ન કરનાર થાય છે. માટે તેવા વૃષવૃક્ષોના ફલે મધુરા, રૂડા લાગે તો પણ, તેને સામું જોતા નહિ. તમારા આત્માને આરામ આપે હોય તે, રામ અને રમા, જે પારકાની હોય તેણીના તરફ બેટી નજરે જોશે નહિ. કામરાગથી જોશે તે વિષય વિષવૃક્ષના મૂલને પ્રાદુર્ભાવ થશે. અને રાગ, આસક્તિરૂપી પાણુનું સિંચન કરવામાં આવે છે તે વિષવૃક્ષ વધતાં એવા ફલે આપશે કે, પ્રારંભે રૂડા, મધુરા લાગશે. પરંતુ કિંપાકના ફલની માફક ભાવપ્રાણે તથા દશ દ્રવ્યપ્રાણોની તાકાત હરી લેશે માટે પરધન અને પરદારાને પથ્થર સમાન જાણવી. અગર તેને જોવામાં અંધ સમાન બનવું. ચક્ષુ કામી હોવાથી તેના બારણા બંધ કરવા કે, જેથી, ઉત્કટ રાગ જાગે નહિ. અને દોષને આવવાને અવકાશ મળે નહિ. તમે સારી રીતે જાણે છે કે, ઘરના દ્વારે બંધ કરવાથી કુતરા, કબૂતર, બીલાડા, અકરાદિને પિસવા માટે લાગ મળતું નથી. જે ઉઘાડા હોય
For Private And Personal Use Only