________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૮
સંકટ, વિડંબના, અનંતવાર ભેગવી. તેમજ સ્વજનવર્ગના સંબંધ પણ અનંતીવાર કર્યા. તેથી અરે ચેતન? તને કેટલે લાભ થયે તે તે કહે ? લાલચમાં લટકાવાનું થયું પણ તેથી કાંઈ પણ વળ્યું નહિ. ચારે તરફ ગંદકીની ખાણે રહેલી છે. તેના કિનારે રમત, ગમ્મત કરતાં જે ઉપગ રાખીશ નહિ તે, તે ખામાં પડતાં મલીનતાથી અને ગંદકીથી લેપાઈ જવાને જ. તે વખતે મલીનતાને દૂર કરવાના સાધને મળશે નહિ. અને મળવાની શક્યતા. પણ છે જ નહિ. એટલે પિતાને જ યાતના ભોગવવી પડશે. માટે મલીનતા દૂર કરવાના ઉમદા સાધને આ મનુષ્ય ભવમાં મળેલ છે. તેનાથી આત્માની શુદ્ધિને લ્હાવે લઈ લે. કે, જેથી પરમપદ પામે ત્યાં સુધી શુદ્ધિના સાધને મળતા રહે. અને શુદ્ધિ કરવા પ્રયાસ થાય. અને કઈ ભાગ્યશાલી મલીનતાને ટાળવા માટે પુનઃ પુનઃ પ્રેરણા આપનાર પ્રાપ્ત થાય. એક જ ભવમાં જે મલીનતા પ્રાપ્ત થએલી છે. તે તરત જલ્દી ટળી શકશે નહિ. અનેક ભમાં સારા સાધનો દ્વારા અને સદ્ગરના ઉપદેશ દ્વારા ટળતી જશે. અને શુદ્ધિને આવિર્ભાવ થતો રહેશે. માટે સંવેગ, વૈરાગ્ય ધારણ કરી મલીનતા દુર કરવા તૈયાર થા. આત્મક્ષેત્રમાં માયા, મમતાના વિષવૃક્ષે વાવવાથી મધુરા, જીવન શુદ્ધિના ફલે કદાપિ મળશે નહિ. તે તે કષ્ટદાયી નીવડશે. અને અનેક માણસને નીવડ્યા છે. તેને ખ્યાલ કરે જોઈએ. એટલે આત્મક્ષેત્રમાં, ખરાબ, વિચાર,
For Private And Personal Use Only