________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૫
નહિ. તમારા અનાચારની વાત કેઈને પણ કહી નથી. આ સાંભળી નિર્ભય બની પિતાની દુઃખી દશાની વાત સાસરાને કહી. સાસરાએ દયા આવવાથી શક્ય મદદ કરી. તેથી સ્ત્રીને સમજાવી સાથે લઈને પિતાના ઘેર આવ્યું. અને કહેવા લાગ્યું કે, હવેથી દુરાચારને ત્યાગ કરી સદાચાર પ્રાણાંતે પણ મૂકીશ નહિ. અને જાતમહેનત કરી આજીવિકાનું સાધન પ્રાપ્ત કરીશ. આ મુજબ શ્રવણ કરી તેની પત્ની ખુશી થઈ
હવે આ ભાઈની, ભિખારીની જેવી દશાથી ઘણું દુઃખ પડવાથી, સમજણના ઘરમાં આવી સદાચારની આરાધના કરવાપૂર્વક જાતમહેનત કરવાથી દુઃખદ અવસ્થા નષ્ટ થઈ અને સુખી થયે. આ મુજબ દુરાચારનો ત્યાગ કરી સદાચારનું સેવન કરે ત્યારે દરેક માણસે સુખી બને છે. પૈસાવાળા દાન કરી શકે, પણ સાધારણ સ્થિતિવાળા દાન કરી શકે નહિ. તે પણ બ્રહ્મચર્ય, તપસ્યા અને ભાવનાના વેગે પુણ્ય બાંધી શકે. અને પુણ્યદયે સારી રીતે અનુકલતા આવી મળે. તેથી સદાચારને પાળવાની આવશ્યકતા છે. પરંતુ જે દુરાચારને ત્યાગ કરતા નથી. તે આ ભવમાં અને પરભવમાં અરે ભવોભવ મહાન દુઃખદ સ્થિતિમાં સપડાય છે. માટે સદાચારની આરાધના કરી સુખી થાઓ. આ પ્રમાણે સદૂગુરૂ ફરમાવે છે કે, અરે ચેતન ચેતી જા. સદ્વિચાર અને વિવેક લાવી ચિત્તમાં સુખી થવાની લગની લગાડી પંચાચારનું પાલન ૩૫
For Private And Personal Use Only