________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૨
દેખાદેખીએ તેમજ અજ્ઞાનતાના યેગે જ્યાં મોટા પાપો રહેલા છે ત્યાં પ્રીતિ ધારણ કરી, મહાન અપરાધી બન્યું. અને તેના યોગે અત્યંત દુઃખનું ભાજન બને. અને સુખ માટે સગાં વહાલાં આગળ પિકાર પાડવામાં બાકી રાખી નહિ. સ્વજનવર્ગ તને સુખ આપવા તથા દુઃખ દૂર કરવા કેવી રીતે સમર્થ બનશે! પાપકર્મોથી પાછું હઠવું નથી અને સુખની ઈચ્છા રાખવી તે ફેગટ છે. પાપને, દુઃખ, વિપત્તિ વિગેરે સાથે ગાઢ મિત્રાચારી છે. સુખશાતા સાથે નથી જ. સુખશાતા મેળવવી હોય તે સદાચારી બનવું જોઈએ. તે સદાચાર તને સત્ય સુખ અર્પણ કરવા શક્તિમાન બનશે. તે દાન, શીયળ, તપ અને શુભ ભાવનાઓ ભાવી છે! કે, સુખની અભિલાષા રાખ્યા કરે છે. પરંતુ તે ધર્મના સાધન તરફ નજર પણ કરી નથી. તે પછી સુખની આશા રાખવી તે કદાપિ ફલીભૂત થશે નહિ. જેને? ચોરી કરવામાં અને જારી, વ્યભિચારી બનવામાં કેટલા સંકટ વિટંબનાઓ વેઠી ! તેની યાદિ કર. શરીરની તાકાત ગુમાવી. કેદખાનામાં ઘણું કષ્ટ સહન કરવું પડયું. કેઈન તારા ઉપર વિશ્વાસ રહ્યો નહિ. સગાંવહાલાં તથા મિત્રો પણ કરડી નજરે જોવા લાગ્યા. તેઓના ઘેર તું જાય તે પણ તેઓ તકેદારી, સાવધાની રાખવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે, તું હવે પશુપંખી કરતાં નીચ બન્યું છે. અને બીજા પણ ઘણા મર્મભેદક મેંણાં મારવા લાગ્યા. આ સઘળું ભૂલી ગય લાગે છે. અદ્યાપિ આ સ્વચ્છંદતાને ત્યાગ કરતું નથી તે પછી
For Private And Personal Use Only