________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
કરનાર ઉપર વિશ્વાસ રાખવો નહિ. તે મુખે બોલે છે ખરા. પણ પુણ્યાનુબંધી ક્રિયાઓ કરતા હોય છે. ઉપદેશ દે, બહારગામ-નગરમાં પરિભ્રમણ કરી પ્રચાર કરે, તે પુણ્યના કારણે છે. તેથી પુણ્ય બંધાય છે. તે શું જાણતા નથી ! છતાં પુણ્યની ક્રિયાઓ કરવી નહિ એમ કહેવું તે કેવું કહેવાય? માટે કારણ દ્વારા મહોદય, પરમપદની પ્રાપ્તિ થાય છે. આમ સદ્ગુરૂ બુદ્ધિસાગરજી ફરમાવે છે કે, તેવા કારણ ગે મહોદય, પરમપદની પ્રાપ્તિ કરનારના ગુણગણને હું સ્તવું છું. ગુણેને ગાઉં છું. માટે સાધને, કારણેની ઉપેક્ષા કરે નહિ –
હવે સદ્ગુરૂ આચાર્ય મહારાજ ભવ્યના આત્માને વિકાસ કરવા બેતાલીશમા પદની રચનામાં ફરમાવે છે કે,
અકામ નિર્જરા અને પુગે માનવભવાદિ સામગ્રી પામી વિષયકષાયના વિકારોમાં તેને વેડફી નાંખે નહિ. પણ સકામ નિર્જરા સાથે ધર્મની કરણી કરે. જેથી તે મળેલી સામગ્રી વૃથા ગુમાવાય નહિ. પરંતુ સફલ થાય. માટે અરે માનવી તારૂં સ્વરૂપ વિચાર, આ ઉપર કાવ્ય રચે છે.
(રાગ મરાઠી સાખી)
મૂરખ જીવડા કાંઇ ન સમજો, પાપ કીધાં કંઈ ભારી; તપ જપ દાન ક્રિયાદિક છોડી, કીધાં તે ચોરી જારી;
For Private And Personal Use Only