________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૮
વિગેરે કરવા પડે છે. તે વ્યવહાર કહેવાય. તેજ પવહારે વિષય કષાયના વિકારો જે ઉત્પન્ન થાય નહિ તે, નિશ્ચયમાં આત્મિક વિકાસે આગળ વધાય છે નહિતર આત્મજ્ઞાની, ધ્યાનીને પટકી પાડી સંસારની ચારેય ગતિમાં વિવિધ પ્રકારે પરિભ્રમણ કરાવી મહાસંકટ, વિપત્તિઓમાં લાવી મુકે છે. પછી આત્માના સ્વરૂપની ઓળખાણ પાયે અશક્ય બને. એમાં કાંઈ આશ્ચર્ય કહેવાય નહિ. કોઈ આત્મજ્ઞાની એવી સલાહ અને દેશના આપે છે કે, નવકાર મંત્ર જાપ અગર તપ, નિયમ કરવાની જરૂર નથી. ફક્ત આત્મજ્ઞાન કરી આત્મધ્યાનમાં રહે. જાપ, તપાદિથી તે પુણ્ય વધે છે. તે સેનાની બેડીમાં બંધાવા જેવું છે. આ કથન તેમનું ઉચિત નથી. કારણ કે, અનાદિકાલથી રાગ, દ્વેષ અને મહાદિકથી લિપ્ત બનેલા જીવાત્માને તેમજ સારી કેળવણી લઈ વિજ્ઞાનમાં આગળ. વધેલને પણ તપ, જપાદિ ધાર્મિક ક્રિયા કર્યા સિવાય આત્મજ્ઞાન પ્રાપ્ત થવું જ અશક્ય છે. તે પછી આત્મધ્યાન થાય. ક્યાંથી? થાય નહિ. વ્રત, નિયમ, તપ, જપાદિ ક્રિયાઓ કરનાર પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. તેજ સત્ય સાધન છે. અને તે આધારે આત્મધ્યાનમાં અનુક્રમે આગળ વધવા સમર્થ બને છે. આવું પુણ્ય તે વળાવા જેવું છે. ઈષ્ટ્રનગર સુધી પહોંચાડીને વળી પાછા વળી જાય છે. તે મુજબ સ્વયં તે પુણ્ય સાથે આવે તે પણ બંધનકર્તા બનતું નથી, પરંતુ માર્ગે આવતા વિને નિવારે છે. એટલે તપ,
For Private And Personal Use Only