________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૫
જ્યારે જાય, ત્યારે આત્મરમણતાપૂર્વક અનુક્રમે લ્હા મળ રહે. આત્મા, સત્તાની અપેક્ષાએ નિત્ય સનાતન છે પણ પાંચ ઇન્દ્રિય અને માનસિક વૃત્તિઓની દેદેડથી અનિત્ય જે બન્યું છે. હવે નિત્ય, શાશ્વત, સનાતન બનાવ હોય તે, આત્મ નિરીક્ષણ પૂર્વક અઢાર દેને ટાળી, આત્મરમણતામાં લગની લગાવો. તેથી પેટ, પટારા અને પરિવારની ચિન્તા રહેશે નહિ અનંત મહાશયે સર્વ સંગને ત્યાગ કરી આત્મ રમણતામાં લગની લગાવી અનંતસુખના સ્વામી બન્યા છે. તમારે પણ અધિકાર છે અને અનંતસુખના સ્વામી બનશે. જો કે આ પાંચમાઆરામાં અનંતસુખના ભક્તા બનાશે નહિ. પણ આ ભવમાં તેના સાધનો દ્વારા તૈયારી કરી શકાશે. આ ભવની તૈયારી કરી હશે તે શ્રી મહાવિદેહ ક્ષેત્રોમાં પરિપૂર્ણ સાધનાના ગે મનવાંછિત સાધ્ય સધાશે માટે માયા, મમતા અને હું, મારૂને ત્યાગ કરી પ્રાપ્ત શક્તિને ફેરવે. જો કે, આ ભવમાં જગદીશ્વર, જગન્નાથ ને ઓળખવામાં તેમની પ્રતિમા, આગમશા વિદ્યમાન છે. તેને અક્ષરદેહે માનશે અને જીનેશ્વરની પ્રતિમા જીનેશ્વર છે. એમ માની વિષય કષાયોનો ત્યાગ કરી તેને બરાબર સમજી અંતઃકરણથી લગની લગાવશે ત્યારે યથાશક્તિ લાભ મળ રહેશે. અને ચિન્તા, રોગ, શોક, વલોપાત ટળતા જશે. અને બે ત્રણ ભવોમાં કેવલજ્ઞાન પામી, સર્વદુઃખને ક્ષય કરી, સિદ્ધિ પદને મેળવી, અનંત સુખના સ્વામી બનશે. જે,
For Private And Personal Use Only