________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૩
નમન, વંદનથી અમે પ્રસન્ન થયા છીએ. તું કહે તે, મનુષ્ય બનવાન અને સ્વર્ગમાં દેવ થવાનો ઉપાય બતાવું. શ્રીમંત શેઠ બનવું છે કે સૂર્ય, ચંદ્ર કે ભુવનપતિદેવ બનવું છે. ત્યાં ઘણો આનંદ આવશે. જે મનુષ્ય બનીશ તે ધર્મની આરાધનાના ઘણા સાધનો મળી આવશે. આ મુજબ ત્રાષિ મહાત્માની વાણી સાંભળી ઉંદરે કહ્યું કે, મહાત્મા મારે શ્રીમંત, દેવ વિગેરે બનવું નથી. પણ એક ઉંદરડી રૂડી રૂપાળી મળે તેવી આશીષ આપો. જે તે મળે તે ઘણે આનંદ આવશે. અને મરિ સંસાર સુખરૂપ બનશે. આ મુજબ સાંભળી મહાત્માએ કહ્યું કે, અલ્યા ઉંદર?માગણું ઉંદરડીની કરી. તેમાં આનંદ પડશે નહિ. અન્ય માગણી કર. તેનો ઉપાય બતાવું. નહિ. નહિ. મારે તો રૂડીરૂપાળી ઉંદરડી જોઈએ. મહાત્મા સમજી ગયા કે, અજ્ઞાની જીવાત્માનો એવો સ્વભાવ હોય છે. વાસના મુજબ આશીર્વાદ માગે. આ મુજબ સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરિ કહે છે કે, ઉંદર જેવી વાસનાવાળા મનુષ્ય, રૂડી, રૂપાળી, લટકાળી લલનામાં તથા તેના વિકાસમાં મગ્ન બનેલ હોવાથી તેમાં જ સુખ માની બેઠેલ હોય છે. અને પરિગ્રહ વધારી તેમાં જ રાચામાચી રહી પોતાના આત્માને સંસાર સાગરમાંથી તારતા નથી. તેનાથી પાર ઉતારતા નથી. તેથી કહેવામાં આવે છે કે, અરે મહાશયે આતમરાયને તારો. જે રૂપાળી લલનામાં આસક્ત બન્યા તે પરિગ્રહની જરૂર રહેવાની જ. અને પુત્રાદિક જે ઉત્પન્ન કર્યા હશે તેની સાર સંભાળ
For Private And Personal Use Only