________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૦
“સદ્દગુરૂ મહારાજ કરૂણ લાવી ભવ્યજનેને ઉપદેશ આપે છે કે, હે મહાશય પુણ્યવંત! તમારા આત્મરાજાને તારે. તારો. પુણ્યયોગે પ્રાપ્ત થએલ સંપત્તિ, શક્તિને દુન્યવી વિલાસમાં તમો વિલાસી બનેલ હોવાથી તેમજ અન્ય શ્રીમતે પ્રત્યે અદેખાઈ, ઈર્ષા, વિરોધાદિક કરતા હોવાથી આત્મિકશક્તિ દબાતી રહી છે. અને રહેશે. તેથી જે સાધનસામગ્રી મળી છે તેની સાર્થકતા, સફલતા થશે નહિ. જે સામગ્રી પ્રાપ્ત થએલ છે તે, આત્માને ઉદ્ધાર કરવા મળી છે. તેના ઉપર કર્મોનું અધિક દબાણ લાવવા માટે મળી નથી. માટે ભેગે પગના વિલાસને નિયમિત બનાવે, તેથી આત્માની તાકાત ઉપર જે અધિક દબાણ આવે છે તે આવશે નહિ. અને માયા, મમતા, રાગદ્વેષ મહાદિયેગે પ્રથમનું જે કર્મોનું આવરણ, કહેતાં દબાણ આવેલ છે તે વ્રત, નિયમાદિ વડે ઓછું થશે. તેથી આત્માને તારવા સમર્થ બનશે. ભોગવિલાસ પણ કાદવ સમાન છે. તેમાં પડેલા મહામુલ્યવાન હીરાના ઉપર, તેને તેજ ઉપર, બહારથી આવરણ આવેલ છે. તેથી તે તેના સત્ય સ્વરૂપે જળહળતું નથી. તેની માફક આત્મા ઉપર ભવભવના ભેગેપભોગના વિલાસરૂપી કાદવનું આવરણ આવી રહેલ છે. અને આવી ગએલ છે. તેથી આત્માનું સત્ય સ્વરૂપ, તેજપ્રકાશિત નથી. તેથી જ વારેવારે વિપ્નો, વિપત્તિ, વિડંબના વિગેરે આવીને વળગ્યા છે. અને વળગશે. તમારી ઈચ્છા તે વિનાદિકને દૂર કર
For Private And Personal Use Only