________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૮
ક્યારે બનાય કે, જ્યારે ભાગ્યદશા પૂરેપૂરી જાગી હોય, એટલે પુણ્યાનુબંધી પુણ્યના યોગે પહેલું સંઘયણ, વારષભનારાચ મળવા પૂર્વક રત્નત્રયીની આરાધના કરવા પૂર્વક, આત્મજ્ઞાન અને ધ્યાનમાં લગની લાગે ત્યારે જ, અનંત રીદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ રૂપ સુખના રામી બનાય. સ્વામી થવાય. તેવા મહાભાગીઓને ધન્ય છે કે, જેઓએ સંસારના સંગે અને વિગોને તથા સંપત્તિ, વિપત્તિઓને સમગણી છે. સમત્વમાં સ્થિર થઈ, આત્માને ભાવ્યું છે. અને કૈવલ્ય પામી અનંત સુખના સ્વામી બન્યા છે. તેઓને સાચા દિલરાગથી તમે પ્રણામ કરે. અને તેમના ગુણેના રાગી બની, તેમના મોક્ષમાર્ગે સંચર. એવા ભાગ્યશાલી ધન્યને પણ પ્રણામ કરે. સદ્ગુરૂ કહે છે કે, અમે પણ પ્રણામ કરીએ છીએ કે, તેથી અનંતભવના ઉપાર્જન કરેલા ખરાબ સંસ્કાર અને વાસના ખસતી જાય છે. અને સાચા દિલના રાગે તે સંતેના માર્ગે ગમન કરાય છે. દુન્યવી માગે ગમન કરતા સુખાભાસ ખાતર ઘણા શ્રીમંતને પ્રણામ કર્યા, કાલાવાલા કર્યા. વારે વારે આજીજી કરી. છતાં સત્ય સુખને અનુભવ પ્રાપ્ત થયે નહિ. ઉલ્ટા હાંસીપાત્ર બન્યા. તથા ચારે ગતિમાં ટીચાયા. અને કુટાયા, હવે સરના વેગે અનંત સત્યને માર્ગ મળ્યો છે. તેથી આપણે મહાભાગ્યોદય જાગે. અને તેથી આત્મિકગુણેની રીતસર એળખાણ થઈ
For Private And Personal Use Only