________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૭
કે, આ મુનિવરે પાણીની વિરાધના કરી છે. માટે ઠપકો આપવા લાયક છે. પ્રભુએ કહ્યું કે, બાલસ્વભાવથી વિરાધના કરી છે તે બરાબર છે. છતાં આ મુનિની આશાતના કરે નહિ. હૈયામાં ઘણે પસ્તા કરવા પૂર્વક દેખો. કેવી ઈરિયાવહી ક્રિયા કરી રહેલ છે. ત્રણ શુદ્ધિ પૂર્વક કિયા કરી રહેલ છે. હાલમાં જ તેમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થશે. આ મુજબ કહી રહેલ છે. તેવામાં જ્ઞાની અતિમુક્ત મુનિવર્યો “મટ્ટીમડા” વિગેરે બોલતા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ કિયા કેવી શુદ્ધિપૂર્વક કરી તે તમોએ જાણ્યું ! માટે સર્વે ક્રિયાઓ શુદ્ધિ પૂર્વક કરાય તે મિક્ષ દુર નથી. તમારી પાસે જ રહેલ છે. તેમને આત્માને તે અનુભવ કયારે આવે કે, જ્યારે. ગ, કિયા અને ધ્યાન શુદ્ધિમાં તત્પર બનાય ત્યારે જ. માટે પરપદાર્થોની જે પરિણતિ છે, તેને દુર કરે. અને સ્થિરતા, લીનતા અને સમતાને રીતસર આદર કરો. મમતા અને સમતાના ભાનના ચોગે ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી મમતા ટળે છે. અને સમત્વ હાજર થાય છે. તે ભેદજ્ઞાન, સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના દ્વારા થતું હોવાથી, રત્નત્રયીના સ્વામી બનવાની શક્તિ જાગે છે. માટે ગુરૂ કહે છે કે, રત્નત્રયીના સ્વામી બન્યા પછી અન્તરાત્મા બનશે. અને આત્માના ગુણોના લક્ષી બનશે. આ મુજબ સ્થિરતા, લીનતા તથા સ્થિરતાને પામી તથા રત્નત્રયીના સ્વામી બની, શિવપદ, અનંતસુખના સ્વામી, શમી બને. ગુરૂ કહે છે કે, અનંત સુખના રામી
For Private And Personal Use Only