________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
નહિ. વિઘ્ન ઉભા કરવા તે અમારૂ કામ નથી. આમ વિચારી શ્રદ્ધાવાન માપિતાએ અનુમતિ આપી. મહેાત્સવ કરવા પૂર્ણાંક સાધર્મિક અધુએને અને અન્યજનાને ઉચિત દાન દઈ સાથે આવી શ્રીમહાવીરસ્વામીને વંદના કરી બે હાથ જોડી વિનંતિ કરી કે, અમારા જ્ઞાનગર્ભિત પુત્રને દીક્ષા આપેા. જેથી તેનું આત્મશ્રેય: સધાય, અને અમારી પણ પ્રભુ પથે સંચરવાની અભિલાષા થાય, વીતરાગ, તીર્થંકર શ્રીમહાવીરસ્વામીએ દીક્ષા અપણું કરી. અને સ્થવિર મુનિવર્યાંને યાગ, ક્રિયા અને ધ્યાન શુદ્ધિ માટે સાંખ્યા. રાજા રાણી આનંદ સાથે પોતાના મહેલમાં ગયા. અતિમુક્ત મુનિવર્યે ત્રણ વર્ષોમાં અગ્યાર અંગે, ઉપાંગા વિગેરેના અભ્યાસ કર્યો. એક દિવસ, સ્થવિરાની સાથે સ્થ‘ડિલે ગયા. માગે નાના ખાલકે, નાના તળાવડામાં નાની હાડીની રમત રમી રહ્યા છે. તે દેખીને આલસ્વભાવના ચેાગે તેમને પણ રમવાની ઇચ્છા થઈ. નાના પાતરાને તલાવમાં નાંખી કહેવા લાગ્યા કે, “ મારી હોડી તરે મારી હોડી તરે. ” આ મુજબ ખેલી રહ્યા છે. તે અરસામાં સ્થવિરે આવ્યા. ને ઠપકા આપવા લાગ્યા કે, અરે મહાનુભાવ ! તું આ શું કરે છે ! પાતરાને પાણીમાં નાંખી રમત કરે છે! શું તમને ખખર નથી ! કે પાણીની વિરાધનામાં છજીવકાયની વિરાધના થાય છે ! અગ્યાર અગાના અભ્યાસ તા કર્યાં છે ને? અને ઉપયેગ રાખ્યો નહિ, મા .મુજબ કહેતાં પ્રભુની પાસે આવ્યા અને કહ્યું
For Private And Personal Use Only