________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
દૂષણ જેવાં કે, અનાદર, વિલંબ, વૈમુખ્ય, વિપ્રિયવચન અને પશ્ચાત્તાપ. દાન દાતારના આ પાંચ દુષણ શાસ્ત્રકારે કહેલા છે. તથા આનંદના અણિ, રોમાંચ, બહુમાન, પ્રિયવચન અને અનુમોદના આ પાંચ ભૂષણ કહ્યાં છે. આ મુજબ દાનશુદ્ધિ કરવા પૂર્વક દાતારની મમતા, અહંકાર વિગેરે ખસવા માંડે છે. તથા પુણ્યાનુબંધી પુણ્યબંધની સાથે નિર્જશ થાય છે. સુંદર સંસ્કાર પડે છે. તે પરલેકમાં સાથે આવતા હોવાથી ધર્મની આરાધનામાં સુગમતા થાય છે. તેથી મળેલ સાધનસામગ્રી દ્વારા સ્વપરનું હિતા સધાય છે. શીયળ કહેતાં બ્રહ્મચર્યની શુદ્ધિમાં શારીરિક શક્તિ, માનસિક અને આત્મિક શક્તિમાં વધારો થતો રહે છે. અને જ્ઞાનના ગે આત્મરમણતા થાય છે. બ્રહ્મચર્યના પાલન પછી જે આત્મરમણતા થાય નહિ તે, તે દ્રવ્યબ્રહ્મચર્ય કહેવાય. ભાવથી આત્મરમણતા પ્રાપ્ત છે. તે શીયળની શુદ્ધિથી વિષયના વિકારે દૂર ભાગતા જાય છે. તથા તપસ્યાની શુદ્ધિની પણ અગત્યતા છે જ. કારણ કે, તેના ગે મંચ ઈન્દ્રિયે કન્જામાં આવે છે. અને તે ઇન્દ્રિયે કwામાં આવ્યા પછી શીયળ, બ્રહ્મચર્યના પાલનમાં સુગમતા અને સરલતા. બની રહે છે. પાંચ ઇન્દ્રિયને વશ કર્યા સિવાય બ્રહ્મચર્યનું પાલન દુષ્કર છે. માટે તપની કર્તવ્યતા અવશ્ય રહેવી જોઈએ. તપસ્યા એવી હોવી જોઈએ કે, પાંચ ઈન્દ્રિયની તાકાત ઘવાય નહિ અને આર્તધ્યાન, વલેપાતાદિ થાય નહિ. તેને જ્ઞાર્નમહારાજા તપશુદ્ધિ કહે છે. અને તે શુદ્ધિમાં આગળ વધવા
For Private And Personal Use Only