________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૮
પછી અરે હંસા ? તારી અકળ ગતિ વર્તશે. આ સિવાય અનુભવ અમૃતસરસ જે રસ છે તે મળશે નહિ. અને. અકળગતિ પ્રાપ્ત થવી તે અશક્ય બનશે. તમારી અભિલાષા તે આત્મસ્વરૂપને મેળવવાની છે. માટે પ્રથમ દાન, શીયળ, તપસ્યા વિગેરેની આરાધના કરી જીનેશ્વરના. ગુણેને ગ્રહણ કરી યોગ્યતા મેળવવાની આવશ્યક્તા છે. દુન્યવી સગોમાં તથા વિગેમાં અટવાયાથી અને સ્વાર્થ, સ્વાદ તથા કંચન, કામિની, કુટુંબ અને કાયામાં. મુગ્ધ બનવાથી દાનાદિમાં તત્પર બનશે નહિ. તેમજ વીતરાગના ગુણોમાં પ્રેમ જાગશે નહિ. તે પછી આત્મવિકાસ કેવી રીતે સધાશે ? માટે સંસારની અસારતા. જાણી, તથા અનિત્યતા, અશરણતા વિગેરે રીતસર જાણ,. દાનાદિ સાધને છે તેમાં પરાયણ બને. તેથી દેહ, ગેહ, કંચન વિગેરેની મમતા ટળશે. આવી મમતાથી અહંકાર, અદેખાઈ હરિફાઈના કારમાં જોખમમાં ફસાઈ પડવું પડે છે. તેથી આત્મતવ રૂપ અમૃત જે પ્રાપ્ત કરવાનું છે તે ભૂલાઈ જવાય છે. પદાર્થોની મમતામાં મૂઢ બનવું અને આત્મઅનુભવરૂપી અમૃતને આસ્વાદ લે તે કદાપિ બનતું નથી. માટે સદગુરૂને ઉપદેશ સાંભળી, હૈયામાં ધારણ કરી, જીનેશ્વરે કહેલા માર્ગે ગમન કરે. પૂર્વ ભવનાં પુણ્યગે તમને દરેક બાબતમાં અનુકુલતા આવી. મળી છે. તેને દુરૂપયોગ કરે નહિ. એટલે મમતા, અહંકારને ત્યાગ કરી સદુપયોગ કરવા ઉપગ રાખે.
For Private And Personal Use Only