________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
જ્ઞાની પ્રભુની આજ્ઞામાં અપઈ જાઓ. તેથી દર્શન, જ્ઞાન અને ચારિત્ર દ્વારા ચિત્તની પ્રસન્નતા, સ્થિરતા થશે. પછી કોઈ પ્રકારની સુખમાં ખામી રહેશે નહિ. અરે ! અજરામરને પ્રાપ્ત કરવા શક્તિમાન બનશો. - હવે સદ્દગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એકતાલીશમાં પદની રચના કરતાં ફરમાવે છે કે, અરે ભાગ્યશાલી ! તારું કેવું સ્વરૂપ છે! તેનું તને ભાન નથી. પરંતુ તારૂ સ્વરૂપ, સત્તાની અપેક્ષાએ સિદ્ધસમાન છે. આમ ફરમાવતાં કહે છે કે – '
(રાગ–અજપા જાપે સુરતા ચાલી) અલખ અગોચર નિર્ભયદેશી, સિદ્ધસમોવડ તું ભારી, અનુભવ અમૃત ભેગી હંસા, અકલગતિ વ તારી.
અલખ૦ શા અસંખ્ય પ્રદેશ દ્રષ્ટિ દેકર, શ્વાસોશ્વાસે ઘટ જાગે, સ્થિરતા સમતા લીનતા પામી, દૂરે પરપરિણતિત્યાગે.
અલખ૦ રા ભેદ જ્ઞાનથી ભાવ ભવિકા, આતમ રત્નત્રયી સ્વામી, અભેદ દ્રષ્ટિ અન્તર લક્ષી, થાઓ શિવપદ સુખ રામી.
અલખ૦ ૩ ભાગ્યદશા પૂર જસ હવે, આતમ દયાને મન લાગે. બુદ્ધિસાગર ધન્ય નર જગ, પ્રણમ સંતિો દિલરામે.
અલખ પાકા
For Private And Personal Use Only