________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૨
આગળ વધતા રહેજે. જે કાયર બની પાછા હઠશે તો પિતાના સત્ય ઘર તરફ વળી શકશો નહિ. સાંસારિક રદ્ધિ અને સિદ્ધિ ખાતર તમે કાયર, આળસુ તથા ભયભીત બનતા નથી. તે મુજબ જેમાં અનંત સમૃદ્ધિ ભરપૂર રહેલી છે. એવા પિતાના ઘર તરફ સાહસ, પરાક્રમ તથા ધર્મ રાખીને વળવું જોઈએ. મુક્તિરૂપ પિતાના ઘરમાં આવી સત્યલહેર, મોજમજાને જરૂર મેળવશે. તેમાં શંકા કરશે નહિ. સંશયવાળાઓ કદાપિ યથેચ્છ લાભને પ્રાપ્ત કરી શકતા નથી. પાછા ને પાછા પડે છે.
એક ઝવેરીને ચિન્તામણિ પ્રાપ્ત કરવાની અભિલાષા થઈ બીજે સ્થલે પરિભ્રમણ કરતાં કંટાળો આવે. તેથી પાછા વળવા લાગે અને શંકા કરવા લાગ્યું કે, શાસ્ત્રમાં કહ્યા મુજબ સશુરૂ કહે છે કે, ચિન્તામણિ હોય છે. અને મેળવી શકાય છે. પણ પરિભ્રમણ કરતાં મને મળ્યો નહિ. માટે હશે જ નહિ. હાય તો આટલે પરિશ્રમ કરતા કેમ ન મળે? આ મુજબ વિચારણા કરીને પાછો વળે છે. તે અરસામાં એક જાણકાર મળ્યો. તેણે કહ્યું કે, આમ હતાશ બનવાથી ચિન્તામણિ કદાપિ પ્રાપ્ત થાય નહિ. પરાક્રમ, સાહસ કરીને માર્ગમાં જે વિદને આવતા હોય તેમાંથી ભય પામ નહિ. અને અવળા ઘાટ આડા પડેલા છે તેઓને બલ, બુદ્ધિ વાપરી એળગી જવાય તે પછી ચિન્તામણિ મળી રહેશે. તેના વેગે ચિન્તાઓ તથા શેક
For Private And Personal Use Only