________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૩
સંતાપ વિગેરે ખસી જશે. આ મુજબ સાંભળી, ઝવેરી ઉત્સાહી બની, વિદનેને હઠાવી, આડા આવી પડેલા અવળા ઘાટને ઓળંગી આગળ વધ્યા. ત્યારે જળહળી રહેલ ચિન્તામણિ હાથમાં આવ્યું. અને સુખી છે. તે મુજબ પિતાને સત્યઘર તરફ વળતાં વિદનેને અને વિષયકષાયના અવળા પડેલા ઘાટને ઓળંગશે ત્યારે ચિન્તામણિ કરતાં પણ અત્યંત શુદ્ધ સુખને અર્પણ કરનાર પિતાનું શાશ્વતઘર પામશે. પછી દુન્યવી ચિન્તામણિ કે પાર્શ્વમણિ કે કલ્પવૃક્ષને શોધવાની ઈચ્છા પણ થશે નહિ. વિના પ્રયાસે ચિન્તા વિગેરે મૂલમાંથી નાશ પામશે નહિ. અદ્યાપિ તમે પિતાના ઘર તરફ વળ્યા નથી. અને વળ્યા છે તે અડધે માર્ગે આવી કાયર બન્યા છે. અગર વિને ઉપસ્થિત થતાં કંટાળો આવેલ છે. તથા શંકાઓ કરવાથી શક્તિ હોતે છતે પણ આગળ વધ્યા નહિ. તેથી ચિન્તાઓ, વ્યાધિઓ, વિડંબનાઓ આવીને વળગી છે. આગળ વધશે ત્યારે જ તે આપોઆપ ટળી જશે. માટે મુંઝવણને ત્યાગ કરવા પૂર્વક દુન્યવી પદાર્થોમાં જે મમત્વ છે તેને ત્યાગ કરે. તેથી જરૂર સ્વઘરને માર્ગ સરલ અને સુગમ થશે. માટે પ્રથમ પિતાના ઘર તરફ વળવા અને આગળ વધી સરલ અને સુગમ બનાવવા માટે મમત્વને ત્યાગ કરવાની જરૂર છે. દુન્યવી પદાર્થોના સોગની મમતાને ત્યાગ કરવા દ્વારા પ્રભુના સર્વથા નિર્મલ થએલ ચેતન, ગુણેમાં પ્રીતિ થાય છે.
For Private And Personal Use Only