________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પn૦
રઢ લાગી. અને તેમના વચનામૃતનું પાન કરી પવિત્ર બની મહારાજાને નમ્રતા પૂર્વક કહ્યું કે, જે તમારી આજ્ઞા હોય તે પ્રભુ, વિભુ મહાવીરસ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરી આત્મકલ્યાણ સાધી મનુષ્ય જન્મની સફલતા કરૂં. જેથી કરીને કયારે પણ દુઃખી અવસ્થા આવી લાગે નહિ. પ્રથમની દશા સાંભળી અને પ્રભુના દર્શન તથા વચનામૃતનું પાન કરી વિષયના સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી. માટે દીક્ષા લેવાની આજ્ઞા આપે છે, તમારી સંગતિથી મહારાણું બની. તેની સાર્થકતા થાય. મહારાજાએ આજ્ઞા આપી અને મહોત્સવ કરી મહાવીર સ્વામી પાસે દીક્ષા અપાવી. દીક્ષા લીધા પછી સુંદર ચારિત્રનું પાલન કરી સ્વાત્માનું કલ્યાણ સાધ્યું. આ મુજબ પ્રભુના દર્શન તથા વચનામૃતનું પાન કરનાર પોતાનું શ્રેય: સાધવા સમર્થ અને છે. માટે સદ્ગુરૂ કહે છે કે, અરે પ્રભે ? તમારૂ દર્શન મહામંગલકારી છે. આવા મંગલકારી દર્શન કરનારનું પિતાનું સત્ય ઘર તે છે કે, જે ઘરમાં આવ્યા પછી બીજા ઘરમાં ભટકવું પડતું નથી. તથા જન્મ, જરા અને મરણની વિડંબના સર્વથા હોતી નથી. તે પછી આધિ, વ્યાધિ કયાંથી હાય! એવા શાશ્વતા, સાચા ઘરની વાટે વળાય છે. સમ્યગદર્શનના ગે સમ્યગજ્ઞાન અને ચારિત્રને સત્ય અનુભવ મળી રહે છે. માટે દેશ વિદેશ વિગેરેમાં પરિભ્રમણને ત્યાગ કરી તમારા સાચા દેશમાં રહેલા સત્યસુખદાયક ઘરને ઓળખી તેના માર્ગે વળવા માટે મનુષ્ય
For Private And Personal Use Only