________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
મહાવીર જીનેશ્વરના દર્શનાર્થે નિકળ્યા. વૈભારગિરિ તરફ ગમન કરી રહેલા છે. માર્ગે રહેલ દુર્ગધાને દેખી આગળ. આવેલ સૈનિકે નાક ઉપર કપડું ઢાંકી ચાલવા લાગ્યા. શ્રેણિકનૃપ, આ પુદ્ગલને સ્વભાવ છે. આમ વિચારી સારે ભાવ લાવી આગળ ચાલ્યા અને વિચાર કરે છે કે, આ પણ કર્મોદય છે. અન્યથા તરત જન્મેલી બાલિકામાં દુર્ગધ
ક્યાંથી હાય ! કર્મ, બાલકોને પણ મુક્ત કરતું નથી. આમ વિચાર કરતા મહાવીર સ્વામીના વંદનાપૂર્વક દર્શન કરીને વચનામૃતનું પાન કરવા બેઠા. મહાવીરની અમૃતમયી દેશનાને સાંભળી રાજા પ્રભુને પુછે છે કે, સ્વામી ! રાજમાર્ગો રખડી રહેલી બાલિકા દુધવાળી શાથી બની ! સ્વામીએ કહ્યું કે, પહેલા ભવમાં તે રાજાની પુત્રી હતી. સંયમી મુનિરાજને દેખી દુગચ્છા કરતી. અને અરૂચિ ધારણ કરી સુપાત્રે. દાન દેતી. તેના કારણે દુર્ગંધવાળી વેશ્યાના પેટે અવતરી છે. હવે તેને તે કર્મને વિપાક પૂરો થયો છે. અને સુપાત્રે દાન દીધેલ હોવાથી હવે શરીરે દુર્ગધ રહેલ નથી. અને પુણ્યદયથી હે રાજન હવે તે તારી પત્ની થશે. અને અમારા દર્શનથી. અને તારા કહેલ પૂર્વભવના વૃતાંતને સાંભળી વૈરાગ્યવતી, સંવેગવાળી બની, અમારી પાસે દીક્ષા ગ્રહણ કરી આત્મવિકાસ સાધી દેવલેકે જશે. રમતગમ્મતમાં હાડ કરવાથી તું જ્યારે હારી જઈશ ત્યારે તારી પીઠ પર બેસી તને ઘડો. બનાવશે. ત્યારે માનજે કે, પેલી દુતા, દુધવાળી આ સ્ત્રી છે. આ મુજબ સાંભળી કમને સ્વભાવ અજબ છે.
For Private And Personal Use Only