________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૮
રાજમાર્ગ પણ દર્શાવશે. અને થએલા કટીભવના પાપને પલકમાં કાપશે, તેથી શાશ્વત સત્યસુખ ભંડાર એવા પરમાત્મપદની ઓળખાણ થતાં, તેમાં પ્રીતિ જાગશે.
થુલીભદ્ર મહામુનિવર્ય, કેશા વેશ્યાની ચિત્રશાલામાં ચાતુર્માસ રહેલા છે. તે પિતે યુવાનીમાં છે. વેશ્યા રાગવાળી છે. ષડ્રરસને આહાર કરી રહેલા છે. તથા માસાની ઋતુ છે. છતાં કોશા વેશ્યાના રૂપરંગમાં હાવભાવ, લટકા, ચટકામાં આસક્ત બન્યા નહિ. અને કેશાને વૈરાગી, સંગી બનાવી આત્મધર્મની ઓળખાણ કરાવવા પૂર્વક તેણીની અભિલાષા મુજબ વ્રત આપ્યા. આ ભવન અને પરભવના અનાચારના ચોગે કશા જે પાપ કરવા લાગી હતી તેઓને, પાપોને કાપ્યા દૂર કરાવ્યા. અને આત્મધર્મની અધિકારી બનાવી, પિતાના સશુરૂ પાસે આવ્યા. સદ્દગુરૂએ દુષ્કરકારક, દુષ્કરકારક કહીને પ્રશંસા કરી. જે આવા સદ્દગુરૂ હોય તે કરડે ભવના પાપને કાપી મોક્ષમાર્ગે સ્થાપે છે. અને ભય, ખેદ, શ્રેષને ત્યાગ કરાવી અનુભવજ્ઞાન આપે છે. અને ઉત્તરોત્તર અનુક્રમે અણુહારી પદના અધિકારી બનવામાં પુનઃ પુનઃ પ્રેરણા આપે છે. ખરેખર આત્મધર્મની આરાધનામાં વિષયકષાયની જે જે વાસના, સંસ્કારો હોય છે તે ખસતા જાય છે. તેથી સદ્ગુરૂની સંગતિ દ્વારા જે સંસ્કાર અને વાસના રહેલી છે. તે ભલે પછી કરોડો ભવેની હોય, તે પણ તેને ટાળવાની શકિત જાગે છે. અને ટાળવા માટે સમર્થ બનાયા છે. અમૃતનું પાન કરી ખારા પાણીને કોણ પીવે? કઈ
For Private And Personal Use Only