________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી સાચવવા માટે ઘણા આરંભે કરવાની હોય છે, તે લબ્ધિ વિગેરે રહિત બનવું તે હિતકર છે. અને સુખકારક છે. આ મુજબ આત્મજ્ઞાની સદ્ગુરૂ વિના કોણ તમને સમજાવશે ! સદ્દગુરૂની શીખામણ વિનાના માનવીઓ કેવા કેવા ધંધા અને ધમાલ કરે છે. તે તમે નિરીક્ષણ કરી રહેલા છે માટે આત્મોન્નતિ કરવી હોય તે આત્મજ્ઞાની ગીતાર્થ, દ્રવ્ય ક્ષેત્રાદિકના જ્ઞાતા એવા ગુરૂમહારાજની સંગતિ કરે. તે સંગતિ ઘણી સારી છે. એટલે સદૂગુરૂની સંગતિ પાપકર્મોને ત્યાગ કરવાને ઉપદેશ આપીને, માનવજીવનને ઉજજવલ બનાવશે.
કવેલડી, કલ્પવૃક્ષ અને પારસમણિ કરતાં સદ્દગુરૂને મહિમા અપરંપાર છે. કલ્પવૃક્ષ વિગેરેની તમે માગણી કરશે અગર પાર્શ્વમણિને લેહ સાથે સ્પર્શ કરાવશે ત્યારે જ, અનુક્રમે માગણી પૂર્વક માગશો તેટલું જ આપશે. અને લેહ જેટલું હશે તેટલું સોનું બનાવશે. તે પ્રાપ્ત થએલ વસ્તુ પુણ્યદય હશે તેજ ટકશે. નહિતર શોક, સંતાપ વિગેરે કરાવીને ખસી જશે. પરંતુ ગુરૂ તે ઉપદેશ દ્વારા અન્તરાત્મા બનાવી પરમાત્મપદની લાયકાતવાળા બનાવશે. એટલે આધિ, વ્યાધિની વિડંબનાઓ ટળી જવાની. સમતિને ધારણ કરી, દ્રઢ શ્રદ્ધા, રાખી, સમ્યગ્રજ્ઞાનીની સોબત કરો. અને તેમના ઉપદેશામૃતનું પાન કરે. ઉપદેશામૃતનું પાન કરવાથી તે વૃથા જશે નહિ. પણ સત્તામાં જે લબ્ધિ, ત્રાદ્ધિ, બલ, બુદ્ધિ, સૌભાગ્ય રહેલું છે. તે હસ્તગત કરવા માટે પ્રયાસ કરાશે. તેની માગણી પણ કરવી પડશે નહિ.
For Private And Personal Use Only