________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી સદ્દગુરૂ સૂરીશ્વરજી ફરમાવતા કહે છે કે, અરે ભાગ્યશાલીઓ ! પુણ્યના ભેગે, માનવજીવન, આર્યક્ષેત્ર, ‘ઉત્તમકુલ, નિરોગી શરીર, પાંચેય ઈન્દ્રિયની પટુતા, ધન, દેલત વિગેરે સામગ્રી પ્રાપ્ત કરી છે. બીજાઓએ માનવ
જીવન પ્રાપ્ત કરેલ છે. છતાં આર્યક્ષેત્ર, ઉત્તમ કુલાદિ પ્રાપ્ત કરેલ નથી. તેનું કારણ તમે સમજ્યા હશે ! કેટલાકને ખ્યાલ હોતો નથી. તે માટે સમ્યગ્રજ્ઞાની કહે છે કે, અનુકુલ સામગ્રી પુણ્યદયે પ્રાપ્ત થાય છે. અને પાદિયે માનવજીવન મળે પણ પ્રતિકુલ સાધને મળે છે. એટલે જ પાપોદયવાળાને પુણ્યના કાર્યો કરવાની આવશ્યકતા છે. વલે પાત, શાક, ચિન્તા કરવાથી પુણ્ય બંધાતું નથી. અને બંધાશે પણ નહિ. દાન, પરોપકાર વિગેરે કરી શકે નહિ તે બનવા જોગ છે. કારણ કે નિરોગી શરીર નથી. તેમજ ઈન્દ્રિયની અનુકુળતા નથી. પણ મનમાં સંતાપાદિ નિવારી, મૈત્રીભાવના, પ્રમેદભાવના વિગેરે સુંદર ભાવના ભાવે તે પુણ્યબંધ થાય. પછી દરેક બાબતમાં જીવનપર્યત અનુકુલતા રહેશે. પ્રતિકુલતાની બેડી દૂર ભાગશે. હવે સર્વસાધન સામગ્રી મેગે મળેલ, સાંસારિક સુખનો કે ઉપયોગ કરશે? જે સદુપગ કરશે તે તે પ્રાપ્ત થએલ સામગ્રી ફલવતી બની, સદ્ગતિ આપશે. અને દુરૂપયોગ કરશો તે તેજ સામગ્રી દુર્ગતિનું ભાજન બનાવશે. એટલું જ નહિ પણ આત્માની તાકાતને દબાવી દેશે. માટે તેને દુરૂપયોગ, કદાપિ કરશે નહિ. સદુપગ કે કલ્યાણકર નિવડે છે. અને દુરૂપયેગ
For Private And Personal Use Only