________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
તરફ જોયા કરવું. બીજી વસ્તુઓ તરફ તાકીને જેવું નહિ. આ પ્રમાણે નવકાર મહામંત્ર ગણતાં, પ્રભુની મૂર્તિના દર્શન થશે ત્યારે આનંદ આવતો રહેશે. પછી પિંડસ્થ ધ્યાન કરવાની લાયકાત આવશે. સંસારમાં જે અહંકાર, મમતા છે. તેનું જોર ચાલશે નહિ. સ્વાભાવિક ઉપશમ ભાવને પ્રાદુર્ભાવ થશે. આ મુજબ આત્મધ્યાન કરવામાં પ્રથમ તત્પર થવાશે ત્યારે મેહનીય કમેં દબાએલ જે સમતા છે. તેને આવવાને અવકાશ મળશે. આ સિવાય રાજગ, જે મનેય કહેવાય છે તે પ્રાપ્ત થશે નહિ. અને કાયિક અને માનસિક વૃત્તિઓ કજામાં આવશે નહિ. દુન્યવી વાતાવરણમાં જે રસિયા થયા અને રંગીલા બન્યા તે, કદાપિ આત્મજ્ઞાન કે ધ્યાનને હવે લઈ શકાશે નહિ. અને કરેલા પ્રયાસ વૃથા જવાને. જેમ જેમ સંસારની વાત કરશે. અગર સાંભળવામાં ચિત્તને ચુંટાડશે. તેમ તેમ તેના વિચારે, વિકલ્પ, સંકલ્પ આવ્યા કરશે? તેથી જ કાયાની ચલતા અને મનની ચંચલતા વધવાની જ. તેથી વ્યાવહારિક કાર્યોમાં પણ ઘણી ભૂલે તથા અપરાધ થશે. એટલે આત્માનું ભાન રહેશે નહિ. જે આમેન્નતિ કરવાની છે તે થશે નહિ. કેટલાએક સંસારના રસિકે, રંગીલા બની, આત્મભાન ભૂલી, ફાવે તેમ ફેંકે રાખે છે. પણ તેઓને માલુમ હોતી નથી કે, જે બેલેલ વચન છે તે પિતાને જ લાગુ પડે છે. એટલે તે પોતાના આત્માને ભૂલી જાય છે.
For Private And Personal Use Only