________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪
છે તે અલ્પ થતા જશે. તથા વ્રત, નિયમ, જપ, તપાદિકને ભૂલવું નહિ. કારણ કે, તે વ્રતાદિ ધ્યાન કરવામાં સારા. પ્રમાણમાં સહકાર આપશે. બની શકે તે એકાસન કરવું. સાંજરે દુધ પણ પીવું નહિ. ચાહ તે ધ્યાન કરનારને પીવાય જ નહિ. તેમજ અભક્ષ્ય આહાર તેમજ તામસિક અને રાજસિક આહાર ખાવું જોઈએજ નહિ. કારણ કે, અન્ન હોય તેવું મન થાય. તેમજ આહાર મુજબ ઓડકાર, ઉગાર, વચન નીકળે છે.
સાત્વિક આહાર પણ જલદી પાચન થાય તે લે. ઘણુ વિકથાની વાતને ત્યાગ કરે. આત્મજ્ઞાન થાય તેવા પુસ્તક વાંચવા. જેથી વિચારની નિર્મલતા રહે. તેમજ બ્રહ્મચર્યને રીતસર ખપ કરવો. આત્મજ્ઞાનીના વચન સાંભળવા. ઈત્યાદિ કરવાથી કાયા કજામાં આવશે. વિષયના વિકારે ટળતા જશે. તથા સુખાસને, સિદ્ધાસને કે પદ્માસને બેસવાનો અભ્યાસ પાડવો. તે પણ ત્રણ કલાક લગભગ બેસી શકાય એવો. તેમજ દુન્યવી સુખની જેટલી ઈચ્છા, આશા છે તેને સમ્યજ્ઞાનપૂર્વક ત્યાગ કરે. તેથી માનસિક વૃત્તિઓ વશીભૂત થશે. ત્યાગને મહિમા અપરંપાર છે. આ મુજબ વર્તન કરતાં, ધ્યાન કરવાની યેગ્યતા આવી મળશે. ધ્યાન કરવામાં પદસ્થ કહેતા નવકાર મહામંત્રને, જીભ હાલે નહિ તે મુજબ જાપ કરે. અગર રૂપસ્થ ધ્યાન કહેતા, જીનેશ્વરની મૂર્તિ સામે રાખી નાટક કરવું. એટલે મીટ માંડીને મૂર્તિ
For Private And Personal Use Only