________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
હેવાથી પ્રતિકુળતાને, અનુકુળતા બનાવી, વ્યવહાર મુજબ વર્તાવા લાગી. આ મુજબ આત્મલક્ષી બનાય તે દુઃખ જેવું ભાસે નહિ. અને અરિહંતના ગુણે ગ્રહણ કરતાં, “એડહું ડહું' આત્માના ગુણોને આવિર્ભાવ થાય. અને આત્મતિ પ્રગટે. મિથ્યાંધકાર ટળી જાય. સદ્દગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહે છે કે, જેમ ભાનુ, સૂર્યના પ્રકાશથી અંધકારને અધિકાર રહેતા નથી. અને ત્રણ ભુવનમાં ઉત થાય છે. તે મુજબ નિર્લેપતા સંસારના કાર્યો કરતા આત્મલક્ષી બનવાથી મિથ્યાત્વને, મોહમમતાને અધિકાર નષ્ટ થાય છે. અને પોતાના દેહમંદિરમાં, મને મંદિરમાં તથા ત્રણ ભુવનમાં ઉદ્યોત થાય છે. માટે કેઈ વખતે દુન્યવી વસ્તુઓ ભૂલી જવાય તે, ચિન્તા, શેક કરશે નહિ. પણ આત્મઘાત કરવાના સાધને ભૂલી જવાય તે શેક વિગેરેના બદલ પ્રયત્ન કરશે.
હવે સદ્દગુરૂ, શનિષ્ટ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી, ધ્યાન કેવી રીતે કરવું તેની શિક્ષા, સમજણ, આડત્રીશમા પદની રચના કરતાં ફરમાવે છે કે, અરે કલ્યાણ કામી ભવ્ય ? ધ્યાન કરવાની બરાબર અભિલાષા તને વર્તે છે. તે આ પ્રમાણે કર.
એણી પેરે ધ્યાન ધરીએ, ઘટ અન્તર, એણી પર ધ્યાન ધરીજે રે. હેજી;
For Private And Personal Use Only