________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
રડે છે ! પ્રધાને કહ્યું કે, તેણીને લઈ જવા માટે તેને પતિ વિગેરે આવેલ છે. હવે આ, માતપિતાને તથા ગોઠણને પ્રેમ મુકવે પડશે. આમ ધારી રડે છે. આ સાંભળી બીનઉપયોગથી એકદમ પ્રધાનને આજ્ઞા આપી કે, જમાઈઓ, કન્યાઓને બહુ રડાવે છે. માટે જેટલા જમાઈ હોય તેટલા બધાને ફાંસીએ ચઢાવો ? પ્રધાન ચતુર હતા. તે વખતે સામે જવાબ આપે તે બાદશાહ અધિક ગુસ્સે થાય. આમ વિચારી પ્રતિકાર કર્યા વિના નગરની બહાર, એક સોનાની, એક રૂપાની અને બીજી લાકડાની ફાંસીઓ તૈયાર કરી બાદશાહને તે જોવા માટે લઈ ગયે. બાદશાહે કહ્યું કે, આ સેનાની અને રૂપાની ફાંસી કેને માટે બનાવી છે! પ્રધાને કહ્યું કે, એક આપના માટે અને બીજી મારા માટે. આ સિવાયની પ્રજાને માટે કારણ કે, તમે તથા હું પણ જમાઈ છીએ. અને બીજાઓ પણ જમાઈ હશે. હવે બાદશાહને ખ્યાલ આવ્યો કે, ઉપયોગ વિનાનું જેમ તેમ ફે કે રાખવું તે મૂર્ખમાં ઠરવા જેવું બને. પ્રધાન ? આ સઘળી ફાંસીઓને દૂર કરે. મારે કોઈ જમાઈને મારવા નથી. આ મુજબ સંસારના રસિયાઓ એવું કરી બેસે, એવું બોલી બેસે કે, પિતાના ગળે પણ ફાંસી આવી લાગે. જે તું ઉપગ રાખીશ તે, જેની આદિ નથી તથા અંત નથી એ આત્મા પરખાશે. માયામાં મસ્તાન થએલ હેવાથી, દેહ, ગેહ, પત્ની, પુત્રાદિક પરિગ્રહમાં આસક્ત બનવાથી જ અનંત સંસારમાં ભમવું પડેલ છે.
For Private And Personal Use Only