________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७३
નહિ. તેથી સારી સારી વસ્તુઓ તથા પરિવારને લઈને નાસી ગયે. ચઢી આવેલ રાજાને ફાવટ આવી. અને સિનિકને કહ્યું કે, હવે નગરની પ્રજાને લૂંટી, સામે આવે તેને મારી નાંખે. અને જે પ્રજા મારી આજ્ઞા માને નહિ તે નગરને સળગાવી મૂકો. આ મુજબ સાંભળી સિનિકે તૈયાર થાય છે. તે વેલાયે નાસી ગયેલ રાજાના મહાભાગે નામના પ્રધાને, પેલા રાજાને કહ્યું કે, આવી કુરતા ભરેલી આજ્ઞા તમારે આપવી ન જોઈએ. આજ્ઞાને અમલ સિનિકે કરે તે પ્રજાની સાથે પશુપંખીઓ પણ નાશ પામે. તે પછી તમે તેના ઉપર રાજ્ય ચલાવશે. તેમજ દુન્યવી રાજ્યની ખાતર આવી ઘોર હિંસા કરવી તે તમારા જેવા રાજાને શોભાસ્પદ નથી. રાજ્યવૈભવ, મૈત્રીભાવના અને પ્રદભાવના વિગેરે સુંદર ભાવના અને પ્રવૃત્તિ દ્વારા શોભે છે. તથા તમે હયાત હશો ત્યાંસુધી રહેવાના. ત્યારપછી અત્રે પડી રહેશે. અરે ! ચકવત, બલદે, વાસુદેવે, ભારતવર્ષના સ્વામી હતા. જેના સિંહનાદથી સઘળી ધરતી ધ્રુજતી હતી. તેઓ પણ સર્વસ્વ-વૈભવનો ત્યાગ કરી આયુષ્ય ખતમ થયે પરલેકે ગયા. સાથે જમીનને ટુકડે પણ લઈ ગયા નહિ. તે તે સાહાબી વિગેરે તમારી સાથે આવશે ! કરૂણાભાવ લાવવાપૂર્વક, નગરને લૂંટવાની અને બાળવાની આજ્ઞા આપી છે. તેણીને બંધ કરાવે. આ મુજબ સાંભળીને, આ કુર રાજાને કાંઈક સમજણ, સાન આવી. ને કહ્યું કે, દયાના દરિયા પ્રધાનજી? તમે પોપકારી
For Private And Personal Use Only