________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
સાંભળ? અન્તરાત્મા બન્યા સિવાય ઉપરોક્ત ઉપદેશ, કેટલાકને પસંદ પડતું નથી. માટે આપેલ ઉપદેશ હૈયામાં રીતસર ધારણ કરવા પૂર્વક અન્તરાત્મા બની આત્માના ગુણે તરફ દ્રષ્ટિ રાખવાની જરૂર છે. તથા જે અત્તરદષ્ટાએની આત્મમુખ, અગર અન્તરમુખ બનવાની યા માનવતા, નૈતિકતા, પ્રમાણિક્તાને વિકસાવી, વિશ્વમૈત્રી સાધવાની શીખામણ ભૂલી જઈએ તે, આજની આ વિજ્ઞાનિક આવિકારોની ઉદ્ભટ જવાલા, જગતને વાસ્તવિક વિકાસના માર્ગ પરથી ખસેડી, પ્રચંડ એશ્વર્ય, સત્તામર અને ઉદ્ભટ વિલાસના ઘેર અંધકારમાં ઘસડી જઈ, વિનાશની ભીષણ ખીણમાં પટકી દેવામાં ફાવી જાય. મતલબ એ છે કે, બહિવિકાસની પ્રવૃત્તિધારા, અન્તર વિકાસની મુખ્યતાએ ચાલવી જોઈએ. એટલે વિજ્ઞાન અને આત્મવિકાસધર્મ એ બે પરસ્પર મળેલા હોવા જોઈએ. આ બને સુગ્ય રીતે સ્થાપિત થવા જોઈએ. તે જ અભ્યદય અને નિશ્ચય સને માર્ગ મળી રહે. માટે અન્તર દષ્ટિ રાખી વ્યવહારના કાર્યો કરતા પણ ખરાબ વિચારો ખસવા માંડે. અને પરોપકાર કરવાની ઉત્કટ ભાવના જાગે છે. મરણને પણ તે ભાવનાના ગે પરેપકારને કરવા ચૂકતા નથી.
કોઈ નગરના નૃપને પરાજય કરી, તેને રાજ્યવૈભવ તથા સાધન સામગ્રીને લૂંટી લેવા માટે, એક બલવાનું રાજા, ઘણા સુભટનું સન્મ લઈ યુદ્ધ કરવા આવ્યું. પ્રથમના નૃપે યુદ્ધમાં શૂરવીરતા દાખવી. છતાં ફાવી શકો
For Private And Personal Use Only