________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yoo
ખસી જાય છે ત્યારે સૂર્ય સત્યરૂપે પ્રકાશે છે. તે મુજબ આત્માનું સત્ય સ્વરૂપ પ્રકાશશે. સદ્દગુરૂ ફરમાવે છે કે, વાદળાના ગે સૂર્ય ઢંકાઈ રહેલ છે, પણ કદાપિ બદલાત નથી. માટે ધ્યાન વાયુદ્વારા વાદળાને ખસેડે. ધ્યાન, સદ્ગુરૂ કહે તે મુજબ કરો. કઈ પણ વિષય સુખની ઈચ્છા રાખે નહિ. તેવી ઈચ્છા રાખવાથી વિકલ્પ, સંકલ્પ વધ્યા કરશે. સદ્ગુરૂની વાણી સાંભળશે ખરા, પણ તે મુજબ વર્તન કરવા સમર્થ બનશે નહિ. “સંસારની આંટીઘૂંટીથી કંટાળેલ ભક્ત, સદ્ગુરૂ પાસે આવી નમ્રતાપૂર્વક કહેવા લાગે કે, સૂરીશ્વરજી ? એ કીમીયો બતાવે કે, ચિન્તા, શોક, સંતાપાદિ દૂર ભાગે. સદ્ગુરૂજીએ કહ્યું કે, અરે મહાનુભાવ? વિન્તા, વલે પાતાદિને દૂર ખસેડવા હોય, અગર બીજીવાર થાય નહિ તે માટે પ્રથમ દેવ તથા મનુષ્ય સંબંધી જે વિષયસુખની આશંસા, અભિલાષાઓ છે. તેને ત્યાગ કરો. પછી જીનેશ્વરની પૂજાપૂર્વક ગુણાનુરાગી બને. ગુણાનુરાગી બનવાથી જીનેશ્વરના ગુણને આવવાને અવકાશ મળે છે. પછી તેમના ગુણે અને પિતાને ગુણેને મુકાબલે કરવાથી ધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જયારે બરાબર ધ્યાનમાં સ્થિરતા થાય છે ત્યારે જ, ચિન્તા, સંતાપ વિગેરે દૂર ભાગે છે. જે આશંસા રહી જાય તે ધ્યાનમાં બરાબર સ્થિરતા થતી નથી. માટે ધ્યાન કરવાની અભિલાષાવાળી કોઈપણ વ્યક્તિએ તેની ઈચ્છા, આશાને જરૂર ત્યાગ કરવે જોઈએ જ. તે સિવાય ચિન્તા, વલેપા
For Private And Personal Use Only