________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૦
થવાની અભિલાષા થાય. આ મુજબ વર્તન કરવાથી તે દુર્ગતિને બંધ પડે. તેથી જે વિધિ દર્શાવેલ છે, તે મુજબ ધર્મની આરાધના કરવી. અવિધિને ત્યાગ કરે. તથા કુસંગતિ થાય તેને ત્યાગ કરવો જરૂરી છે. ખરાબ સોબતથી આત્મધર્મની આરાધનામાં શંક, કાંક્ષા, વિગેરે ઉભા થશે. તેથી ધર્મને બદલે અધર્મમાં સપડાવું પડશે. તેથી પ્રમાદનું અધિક જોર વધશે. ન્યાય, પ્રમાણિક્તા પણ રહેશે નહિ. માણસાઈના બદલે પશુતા હાજર થશે. માટે કુગુરૂની સંગતિને ત્યાગ કરે તે પણ અગત્યનું છે. કારણ, શુદ્ધ રીતિએ તેમની સેબત, ધર્મની આરાધના કરવામાં પુનઃ પુનઃ વિને ઉભા કરે છે. આવા આવા દેને નિવારશે ત્યારે આત્મધર્મની આરાધના કરવા સમર્થ બનશે. માટે દેને દૂર કરવા કાળજી રાખવી. અને આત્મતત્વના જે સાધન છેતેમાં પ્રેમ રાખ. મોહમમતાની જંજાલમાં આસક્ત બનવું નહિ. તે તે ઝાંઝવાના જલ જેવી છે. સત્ય નથી. તેથી અસત્ય માર્ગે જવું નહિ. ક્ષણ વિનાશી માયાની જાલમાં જે આસક્ત બન્યા છે, મુગ્ધ બન્યા છે. તેની કેવી દશા થઈ છે તેની ખબર તપાસ કરે. સશુરૂ કહે છે કે, આવી ભ્રમણામાં ભૂલા પડી માથામાં ધૂલી નાંખે નહિ. તમારે આત્મા કર્મકાદવથી દબાએલ છે. નાશ પામેલ જ નથી. તે કાદવને દૂર કરશે ત્યારે તે પિતાના સ્વરૂપે ઝળહળી ઉઠશે. વાદળાને લઈને સૂર્યનું તેજ દબાએલ હોય છે. તે વાદળા જ્યારે વાયુના રોગે
For Private And Personal Use Only