________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४६८
માંહોમાંહે મારવા તૈયાર થયા છે. તે, તમારી મિત્રાચારી કયાં ગઈ! નીકળ્યા છો કમાવા ખાતર, અને અરસપરસ સેનાના પુરૂષને ભાગ માગશે! આમ ધારી શા માટે મરવા તૈયાર થએલ છે. તમને દરેકને. સોનાને પુરૂષ મળેલ છે. તેની તમને માલુમ નથી. પરંતુ તમારી ઈર્ષ્યા, અદેખાઈથી તે પુરૂષે તમારા હાથમાં આવશે નહિ. ચાલ્યા જાઓ. આ મુજબ કેટલાક અજ્ઞાની. મનુષ્ય, ધર્મની આરાધનામાં તત્પર બને છે. પણ, માત્સ
ને ત્યાગ કરતા નથી. પ્રથમ પ્રમાદ તે હતું. તેમાં ઈર્ષ્યા, અદેખાઈના ગે ધર્મક્રિયાઓને પણ તેથી દોષિત બનાવે છે. અને પાછા બબડે છે કે, ધર્મકિયા કરતા યથેચ્છ ફલ મળતું નથી. કહો? આમાં કોને દોષ! કરનારને કે ક્રિયાનો ધર્મકિયા કરનારને જ કહેવાય. તથા આત્મધર્મની આરાધન કરનારાઓએ કદાગ્રહ રાખવે નહિ. અનેક દષ્ટિ દ્વારા તપાસ કરવી. તેથી ધર્મની આરાધના રૂડી રીતે થાય છે. અને ફલવતી બને છે. અન્યથા ઝગડા, બખેડા થાય, અને આરાધનામાંથી પાછળ હઠાય. કારણ કે, કદાગ્રહના મેગે ક્રોધ, માનાદિક ઉપસ્થિત થાય છે. તેથી કરેલી આરાધના ફલાવતી બનતી નથી. વિપરીત બની ઉન્માર્ગે લઈ જાય છે. કદાગ્રહથી ઉત્પન્ન થએલ કોલ, દાવાનલ જે કહેવાય છે. ધર્મકિયા સાથે શારીરિક, માનસિક શક્તિઓને પણ હણી નાખે છે. પછી સંતાપ, પરિતાપને પાર રહેતું નથી. ત્યારપછી દંભ, કપટ, પ્રપંચ કરીને પણ ધાર્મિક તરીકે પ્રસિદ્ધ
For Private And Personal Use Only