________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુમોદનના વેગે તમને પુણ્ય બંધાશે. આમ કહીને ચાર પાંચ હજાર રૂપિયાની થેલીઓ તેની આગળ મૂકી. શેઠે ઈસાર કર્યો છે. આ સઘળી થેલીએ મારી છાતી ઉપર મૂકે. એટલે મને શાંતિ થાય. પુત્રોએ કહ્યું કે, જે છાતી ઉપર મૂકીશું તે તરત મરણ પામશે. ભલે મરણ પામીશ. પણ સાથે આવશે ને ! બાપજી! એક રૂપિયે પણ સાથે આવશે નહિ. અને એકત્ર કરેલ ધનમાં જે મમતા રહેશે તે સાપ થશે. અને અમોને પજવશે. માટે અમે દાન કરીએ. તમે અનુમોદના કરે. તેથી જે પુણ્યબંધ થએલ હશે તે જ સાથે આવશે. પણ યુવાનીમાં ધન કમાવામાં અત્યંત પ્રેમ હોવાથી, આખર સ્થિતિમાં અનમેદના પણ ક્યાંથી થાય? તે તે ઈસાર કરવા પૂર્વક બોલ્યા કે, મારી છાતી ઉપર જ મૂકો. મૂકો.આ મુજબ દેખી પુત્ર તથા પરિવાર હસવા લાગે. સમ્યગજ્ઞાનીને ખેદ થયા વિના રહે કે? માટે સશુરૂ કહે છે કે, યુવાનીમાં જ આત્મતત્વને પ્રાપ્ત કરવા તત્પર બનવું. પરવસ્તુઓમાં રાચામાચી રહેવાથી સત્યજ્ઞાન, ધ્યાનના લહાવા મળે ક્યાંથી ? હવે સદુગુરૂ સૂરીશ્વરજી આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા છત્રીશમા પદની રચના કરવા પૂર્વક ઉપદેશ આપે છે કે, શુદ્ધિને પ્રાપ્ત કરવા જ્ઞાન મેળવે.
(મનસા માલિનીએ જીવ ગોરખ–એ રાગ). નિર્ભય બ્રહ્મરૂપી તું સદા છે, તે ક્યાં અન્યમાં ઉપાદાન કારણ થકી નહિં, ભિન્ન તું કે કાલમાં;
For Private And Personal Use Only