________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
પરમપદને પ્રાપ્ત કરી. અન્તરાત્મા બન્યા સિવાય તમે કરેલ વ્યવહાર વૃથા જશે. અને કર્મબંધનું કારણ બનશે. ભલે પછી જગતમાં કુશળ, પ્રવીણ ગણાતા હે. અને પ્રસિદ્ધિ પામેલ છે. તેથી અન્તરાત્મા બનાતુ નથી. અન્તરાત્મા જ્યારે આત્માનુભવ પામે છે. ત્યારે તે અનુભવ કેવો છે. તે મુખે કહી શકાતું નથી. કારણ કે, તે અરૂપી છે. રૂપરંગ વિનાને છે. એ તે જે પામે, તે તેને અનુભવ કરે. સંસારના વિકારી સુખને અનુભવ કહી શકાતું નથી. તે. પછી નિર્વિકારી અનુભવ સુખ ક્યાંથી મુખે કહી શકાય.. માટે એવા નિર્વિકારી અનુભવને લક્ષ્યમાં ધારી રાખો. આ પ્રમાણે અત્તરાત્મા બની, આત્મ સ્વરૂપે જ્યારે ખેલવા. માંડશે, રમણતા કરશે ત્યારે, ભવની પરંપરા મૂલમાંથી નાશ પામી, સંસાર સાગરની પાર જવાશે. આ મુજબ વર્યા વિના આધિ, વ્યાધિ વિગેરેને પાર આવતું નથી. ખાવાપીવાની તથા પરિવાર વિગેરેની ચિન્તા હેય નહિ તે. પણ, અત્તરના રાગ, દ્વેષ, મેહ વિગેરે શત્રુઓ બેઠા છે. તે જપવા દેતા નથી. આધિ, વ્યાધિ કરવાના જ. માટે હે સમજુ શાણુઓ? મનુષ્યજન્મ પામીને આત્મતત્વને પ્રાપ્ત કરવાનું ટાણું, અવસર રૂડો મલ્ય છે. માટે પ્રમાદ કરશે નહિ. આ અવસર વારે વારે મળતા નથી. અવસરે ખેતી પાકે છે. યુવાનીમાં આત્મકલ્યાણ, ધર્મક્રિયા સારી રીતે થાય છે. બાળકોને પ્રાયઃ ધર્મકિયામાં પ્રેમ હેતે. નથી. વૃદ્ધાવસ્થામાં તાકાત ઓછી થતી જાય છે. માટે યુવા
For Private And Personal Use Only