________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
પાંચ ઈન્દ્રિયના વિષયનું પિષણજ કરવામાં સુખ માની બેઠા છે. તે ફાવે તેમ વર્તન રાખે. તે તમારે જોવાનું નથી. ભલે પછી કોઈ પંડિત હોઈ, ભાષા ઉપર કાબુ મેળવી, સભા ગજાવતે હોય તે પ્રજ્ઞાવાન કહેવાય નહિ. તે આત્મવિકાસ કરવામાં ક્યાંથી સમર્થ બને ? પ્રજ્ઞાવાનું સાચે
ક્યારે કહેવાય કે, શુદ્ધ વ્યાવહારિક કાર્યો કરવા પૂર્વક આત્મતત્વને રીતસર ઓળખે ત્યારેજ. માટે તેઓને દેખીને પણ રાગ, દ્વેષ, અદેખાઈ કરે નહિ. તેઓ પણ જ્યારે બુદ્ધિ, પ્રજ્ઞાને જે મદ થએલ હેય તેને ત્યાગ કરી આતર નિરીક્ષણ કરશે ત્યારે તેમની પંડિતાઈ સફલ બનશે વ્યવહારમાં ધર્મ કરનાર લેવામાં આવે છે. તે દાન, શીયળ, તપ, ભાવનારૂપ ધર્મમાં જે કીતિ, યશ, પ્રસિદ્ધિની આશા હોય તે, તે ધર્મ શુદ્ધ કહેવાતું નથી. આશંસા રહિત ધર્મ કરવામાં આવે તે જ આત્મવિકાસ સધાય છે. તેથી
રાધેલ ધર્મનું યથાર્થ ફલ મળે છે. એવા યથાર્થ ફલના કામીજને અમૃતને પામે છે. અને રોગ, શેકાદિને નિવારી નિર્ભયતાયે આત્મધર્મમાં ખેલતા હોય છે. રમણતા કરતા હોય છે. આવા મહાભાગે, અનુક્રમે મેહમમતાને ત્યાગ. કરી, છેવટે નિનામી બને છે. અને અનંત રિદ્ધિ, સિદ્ધિ, અને શુદ્ધિના સ્વામી થાય છે. આ મુજબ ઉપદેશ આપી. હવે સદગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી સમત્વ ભાવને લાભ લેવા માટે પાંત્રીશમા પદની રચના કરતાં ફરમાવે
For Private And Personal Use Only