________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
લનતા થાય છે - જેવા લાગે છે
ચટકાવે છે.
કાબર છે. વિષયના વિકારો જ્યારે વિષ જેવા લાગે છે ત્યારે આત્મગુણમાં લીનતા થાય છે. ઈયળને જ્યારે ભમરી ચટકાવે છે. ત્યારે એકતાનો અનુભવ કરતાં તે ઈયળ ભમરી રૂપે થાય છે. તે મુજબ આત્મધ્યાનના યોગે જ, અન્તરાત્મા, પરમાત્મા બને છે. જીવ તે, શિવ સ્વરૂપ બને છે. અનંતસુખના સ્વામી પરમાત્મા બનવું હોય તે, વિવેકખ્યાતિ ભેદજ્ઞાન પ્રાપ્ત કરે. જડ પદાર્થોમાંથી આસક્તિને ત્યાગ કરી, ચેતનને ઘરમાં આવે. સંસારના પદાર્થોની આસક્તિએ ચાર ગતિમાં પરિભ્રમણ કરાવી, આત્મધન, દગો કરવા પૂર્વક લૂંટી લીધું છે. તેમ જ અસહ્ય પીડાઓ ઉપજાવી છે આવી આસક્તિને ત્યાગ જરૂર કરવો જોઈએ જ. અરે કલ્યાણ કામીજનો ? જીવિત અલ્પ છે. કામ, ઈચ્છાઓ તમારી ધારણ મુજબ પૂર્ણ થવી અશક્ય છે. જીવન વધારી શકાતું નથી. તેમજ કામકામી મનુષ્ય, શક, સંતાપ વિગેરે અગર મર્યાદા, સંયમ વ્રતાદિકને લેપ કરે, છતાં તેઓની ઈચ્છાઓ અને ધારી રાખેલ આશા પૂરી થતી ન હોવાથી પિતાની કામાસક્તિ જન્ય રાગ, દ્વેષ, અદેખાઈ વિગેરેના કારણે ઘણી પીડાય છે. અને વલેપાત કરવામાં બાકી રાખતા ન હોવાથી સ્વશક્તિઓ વૃથા ગુમાવી બેસે છે. માટે હે ધીરપુરૂષ! તમારે કલ્યાણ કામી બનવું હોય તે, આશા તૃષ્ણ અને સ્વચ્છંદતાને ત્યાગ કરે. આવા કારણે પામી સંસારમાં રખડવાનું બંધ થશે, જેઓએ ધર્મશાસ્ત્રોને મર્મ જાણે નથી. અને અહંકારી, લંપટી, લુખ્ય છે. તથા
For Private And Personal Use Only