________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨
છે. જો કે, સંસારમાં શરા તે ઘણું હોય છે. કેઈ દાનશૂરા, કઈ યુદ્ધશૂરા વિગેરે હોય છે. પરંતુ તે જ્ઞાનીઓની દષ્ટિએ. શૂરા કહેવાતા નથી. પણ માયામમતાને ત્યાગ કરી. આત્મધ્યાનમાં રમણતા કરી, સમત્વને પ્રગટભાવ કરે તેજ સત્યશૂરા કહેવાય. આત્મધ્યાનમાં એકદમ રમણતા થવી અશક્યા છે. પ્રથમ ભેદજ્ઞાનરૂપી રવિ-સૂર્યનો ઉદય થાય ત્યારે મેહતિમિર-અધિકાર દૂર ખસે છે. માટે પ્રથમ ભેદજ્ઞાનની જરૂર છે. ભેદજ્ઞાન-એટલે જડ ચેતનની વહેંચણ. જે જે વિષયવિલાસની ક્રિયાઓ કરવામાં આવે છે તે સઘળી જડના ઘરની છે. કર્મના આધારે કિયાએ કરાય છે. અને કર્મ, જડ છે. તે જડ કર્મના સંગી અને રંગી બનવાથી, સત્તામાં રહેલ નિર્મલ આત્મા ઉપર અનાદિકાલથી આવરણે આવે છે. તેથી મેહમમતારૂપી અંધકાર છવાએલ છે. પરંતુ જ્યારે સમ્યગજ્ઞાનરૂપી સૂર્યને ઉદય થાય છે. ત્યારે તે અંધકાર ઘટવા માંડે છે. તે સમ્યજ્ઞાન આત્માને ગુણ છે. આ મુજબ ભેદજ્ઞાન થાય ત્યારે જ આત્મગુણમાં રમણતા કરવાને ભાવ જાગે છે. માટે પ્રથમ ભેદજ્ઞાન પ્રાપ્ત કરી, જડ ચેતનની વહેંચણ કરે. તેને સમ્યગજ્ઞાનીઓ વિવેક ખ્યાતિ પણ પહે છે. પછી ભેદજ્ઞાનના યોગે આત્મિક ગુણોમાં અનન્ય પ્રેમ જાગશે. અન્ય પદાર્થોમાં આસક્તિ જે હશે તે પણ ટળવા માંડશે. “અમૃત આસ્વાદ્યા પછી વિષમાં પ્રેમ રહેતો નથી. આત્માનું ધ્યાન ધરવું તે અમૃત સમાન છે. અને તે સિવાય દુન્યવી પદાર્થોનું ધ્યાન ધરવું તે વિષ
For Private And Personal Use Only