________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરફ વાપરતે હોવાથી તેણીને વૃથા ગુમાવતે. નગરના માણસોએ રાજા પાસે ફરિયાદ કરી. તેને બેલાવવામાં આવ્યો. બેલવામાં ચાલાક જાણી તેને શીખામણ આપી કે, ઉત્તમ કુલ, જાતિવાળા તને ચોરી કરીને ચોર બનવું તે હિતકર નથી. અંતે મહા દુઃખી થઈશ. શેઠને પુત્ર હોવાથી અને કુલવાનું હોવાથી આ તારે ગુન્હો માફ કરવામાં આવે છે. પુનઃ ચોરી કરીશ તે દેહાન્ત દંડની શિક્ષા કરવામાં આવશે. આમ કહીને રાજાએ તેને મૂકત કર્યો. પણ આ ચાર તે અધિક ચોરી કરવા લાગ્યા. “પહેલું વ્યસન કેમેય કરી ખસતું નથી.” પાછો ચોરી કરતા હોવાથી તેના માતાપિતા વિગેરે પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો. હવે તે જંગલમાં ભમતે ફરે છે. તેવામાં એક વૃક્ષ ઉપર ચઢી દૂર જતાં, પવનપાવડીઓ ઉપર ચઢી આકાશ માર્ગે આવતાં એક સિદ્ધગી પુરૂષને દેખ્યો. અને પછી વિચાર કરે છે કે, આ બે પવનપાવડીઓ હાથમાં આવે છે, આકાશ માર્ગે ગમન કરવા પૂર્વક નગરમાં ચોરી કરવાની સુગમતા પડે. આ મુજબ આ ચાર વિચાર કરે છે. તેવામાં પેલે સિદ્ધપુરૂષ, વૃક્ષની પાસે રહેલ સરોવરમાં પાવડી કાંઠા પર મૂકી સ્નાન કરવા પેઠે. કેશરી ખુશી થયે. વૃક્ષથી નીચે ઉતરી, તે બે પાવડીઓ લઈ, તેમાં આરૂઢ થઈ, આકાશે માર્ગે જતો રહ્યો. સિદ્ધપુરૂષે સ્નાન કરી બહાર આવતાં તે પાવડીઓ દેખી નહિ. તેથી પસ્તાવે. કરવા લાગ્યા. આ ચાર આનંદપૂર્વક પવનપાવડીઓને વેગ થવાથી, આકાશમાગે ગમન કરી નગરમાં ભારે ચેરી કરવા ૨૯
For Private And Personal Use Only