________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૭
અશકય પ્રાયઃ છે. ગુલામી ગમતી ન હોય તે વિષને કબજે કરી, આત્માના ગુણને પ્રાદુર્ભાવ કરવા જીનેશ્વરની પૂજા, ભક્તિ અને આજ્ઞા સાથે તેમના ગુણોનું ધ્યાન ધરે.
એટલે જે પરાધીનતા છે તે ખસવા માંડશે. અને આત્મિક વિકાસમાં આગળ વધતા રહેશે એટલે કર્મોની સત્તા પ્રબલ છે તે, નિર્બલ થશે. પિોતાની સ્વાધીનતા થશે. ગુલામી કેને પ્રિય હોતી નથી. પરંતુ તે ગુલામી, પરાધીનતા, એશઆળીને હઠાવવાના ઉપાય અજ્ઞાત હોવાથી સંસારમાં કરેલા ઉપાયે વૃથા થાય છે. માટે સદ્દગુરૂ કહે છે કે, આત્મધ્યાનના જે ઉપાય બતાવેલ છે તે ખ્યાલમાં રાખી વર્તન રાખવું ઉચિત છે.
વ્યાધિઓને દુર કરવા, દવાઓ લેવી તે ઠીક છે. પરંતુ વ્યાધિઓ ઉત્પન્ન થાય નહિ તે માટે સાવધાની રાખવી તે અતિ હિતકર છે. અને કલ્યાણકર પણ છે. “શેક, સંતાપ, વલોપાત, કલેશ, કંકાસ, ઝગડાઓને બુદ્ધિ વાપરી દબાવવા અને દૂર કરવા તે પણ સારૂ કહેવાય. પરંતુ તેઓ ઉત્પન્ન થાય નહિ તે માટે સદ્દગુરૂગમને ગ્રહણ કરવા પૂર્વક સાવધાન બનવું તે અધિક બુદ્ધિમત્તા કહેવાય. સજજન, શાણા અને સમ્યક્ત્વધારી ભાગ્યશાલીઓનું આ પ્રથમનું કાર્ય છે. તેથી જીનેશ્વરની પૂજામાં તથા સશુરૂની પર્યુપાસનામાં તથા દરેક પ્રાણીઓમાં પ્રેમ રાખવામાં અને મહાદિકની સત્તાને હટાવવામાં તત્પર અનાય છે. અને માનસિક શુદ્ધિ પૂર્વક, આત્મિક શુદ્ધિ
For Private And Personal Use Only