________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. ૧૯૮૧ ના જેઠ વદ ત્રીજે એ દીપ બૂઝાઈ ગયો ! એની ત વિલાઈ ગઈ..
એ, જનમ્ય ખેડૂત બનીને, એ ઊછર્યો જૈન થઈને, -જી એ સાધુ બનીને અને એણે આંખ મીચી ત્યારે એ અવધૂત બન્યું હતું. જ્યારે તિર્ધરોગોગીશ્વરના અમરપદને પામ્યું હતું.
માતા અંબાબાઈએ એને જન્મ આપે, પિતા શિવાભાઈએ એને માટે કર્યો, શેઠશ્રી. નથુભાઈ મંછારામે એને ઉચ્ચ જૈન સંસ્કાર આપ્યા, શ્રી રવિશંકર શાસ્ત્રીએ એનું ઘડતર કર્યું. પરમતનિધિ વચન સિદ્ધ કરૂણવંત ક્ષમાભંડાર પૂજનીય ગુરૂદેવ શ્રીમદ્ રવિસાગરજી મહારાજે એને અંતરના આશિર્વાદ આપ્યા.
એ ધૂળમાં રમતું હતું ત્યારે કર બહેચર હતું, અને પૂજ્ય વંદનીય ગુરૂદેવ શ્રીમદ્ સુખસાગરજીએ એને શિષ્યત્વ આપ્યું ત્યારે. એ મુનિરાજશ્રી બુદ્ધિસાગરજી બને.
અને જ્યારે દુનિયાને એણે છેલી સલામ ભરી ત્યારે જગતે “લાખ લાખ વંદન હો એ કમલેગી વિશ્વવિરલ દિવ્યવિભૂતિ સમર્થ અધ્યાત્મજ્ઞાન દિવાકર સદ્દગુરૂદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને “આમ કહી એને નમસ્કાર કર્યા.
ધરતીનું સંતાન સંસ્કારદાતા બનીને જીવી ગયે. માટીનું બાળ મહામાનવ બની ગયો.
લે. ગુણવંત શાહ
For Private And Personal Use Only