________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારી પાસે છે. તે આન્તર દ્રષ્ટિના પ્રભાવે, પ્રકાશથી માલુમ પડશે. પછી તેમને લીધેલી કેળવણી, અને શાસ્ત્રશ્રવણ વિગેરે, સત્ય, સત્તા, શક્તિ અને સમૃદ્ધિ અર્પણ કરશે. અને ભય, ખેદ, રાગ, દ્વેષાદિ દૂર ભાગશે. જાહેરમાં ડાહ્યા, કુશળ, પ્રવીણ ગણુઓ છે. તેવા અન્તરમાં પ્રવીણ બની, વિષય વિકારોને હઠાવી સાચા ડાહ્યા અને કુશળ બને. મરણના અને જરાના દુઃખે તમે દેખી રહ્યા છે. અને જાણ રહ્યા છે. તે પ્રમાણે જન્મના દુઃખને, પીડાને પણ જાણવા જોઈએ. કારણ કે, જન્મના દુઃખો સર્વ દુઃખ. કરતાં અધિક શાસ્ત્રકારે કહ્યા છે. તે તમને માલુમ પડતી નથી. કારણ કે, માતાની કુક્ષિમાં તથા જન્મ ધારણ કરતાં પિડાઓને લઈને જીવાત્માએ મૂચ્છ પામેલ હોય છે. તેમ તમે પણ મૂચ્છ પામેલ હતા. આવા અત્યંત દુખે તમે કયારે નિવારી શકો! જે અન્તરાત્મા બને તે જ. આન્તરદ્રષ્ટિ બન્યા સિવાય, જન્મના દુઃખને પણ નિવારવા સમર્થ બની શકાશે નહિ જે બાહ્યાત્મા, વિષય, વિચાર, વિકારો અને વાસનાની કારમી રમત રમી રહ્યા છે. તેઓ. કયાંથી અન્તરાત્મા બને? અને મોક્ષમાર્ગે ક્યાંથી સંચરે? સંચરે નહિ અને સત્ય સુખની અભિલાષા કદાપિ પૂર્ણ થાય નહિ. સત્ય, ત્યાગ અને સંયમમાં જ, સમૃદ્ધિ અને. શુદ્ધિ સમાએલ છે. તેથી તે માટે સઘળા પ્રયાસ કરે. સાથે સાથે સદ્દગુરૂની સોબત કરી, સાચા સુખની ચાવીએ લેવામાં આળસ કરવી નહિ. એટલે દુનિયાના વ્યવહારે..
For Private And Personal Use Only