________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જા
એવો વાવતી બનાવ્યું કે, તેના કહેવા મુજબ વર્તે છે. પરંતુ ભાઈની પરણવાની ઈચ્છા નાશ પામી નહિ. બીજે સ્થલે ઘણે પ્રયત્ન કર્યો પણ વિધુર રહ્યા. અને શક સંતાપ ગયે નહિ. આ મુજબ બાહ્ય સુખના અભિલાષીઓને આત્મતત્વના નિમિત્ત રહ્યા હોય તો પણ, તેમના તરફને લાભ લેવા ક્યાંથી સુઝે ? ચાલુ જીવનમાં ડાહ્યા ગણાતા માણસ, સંસારને સુધારવા માટે વિવિધ કેળવણું લે છે. તેમજ જાહેરમાં પ્રસિદ્ધ થવા ખાતર શાસ્ત્રશ્રવણ પણ કરે છે. છતાં પણ વિષયાસક્તિને ત્યાગ કરવા સમર્થ બનતા નથી. કારણ કે, શાસશ્રવણ કરીને બાહ્યદ્રષ્ટિને ત્યાગ કરી આન્તરદ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી. જોકે જાહેરમાં પ્રસિદ્ધ થાય કે, આ ભાઈ ધર્મને અર્થી બન્યા છે. પણ અન્તરમાં તે વિષય વિલાસને વહાલ માનતા હોય છે. તે પછી તેમનું શાસ્ત્રશ્રવણ, અશુભ સંસ્કારોનો ત્યાગ કરવા માટે નથી. પણ જીવનમાં મુગ્ધ બની વિષયેના રસને અશુભ અને સિલુ બનાવવા માટે છે. એમ કહી શકાય. સંસારની વિડંબનાઓને જે બરાબર ખ્યાલ કરે તો, જરૂર તેવા સુખમાંથી આસક્તિ ઓછી થાય. અને પછી શાસ્ત્ર શ્રવણ કરવામાં આવે છે, આન્તર દ્રષ્ટિ જાગે. અને વિવિધ વિપત્તિઓ સાથેની વિડંબના દૂર ભાગે. આન્તર દ્રષ્ટિ જે બરોબર જાગે તે, જરૂર બાહ્યદ્રષ્ટિરૂપ અંધકાર રહે નહિ. માટે સદ્ગુરૂવારે વારે ઉપદેશ આપે છે કે, અત્તરાત્મા બને. સત્ય સુખ
For Private And Personal Use Only