________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४०
બનેલ હોવાથી બાળકોની સાર સંભાળ કરતી નથી. તેથી વધારે વલોપાત કરવા લાગ્યું. તેની સાસુ પણ બડી ઠગારી મળી છે. કેવી રીતે જમાઈને વશ કરો. તેને ઘાટ દરરોજ ઘડી રહી છે. પાસે આવીને કહે છે કે, ચિન્તા કરે નહિ. તમારા, દીકરા, દીકરીની સારસંભાળ હું રાખીશ. આ મુજબ કહી સ્વપુત્રી પાસે રહેવા લાગી. દરેક બાબતમાં તે પિતાના વશમાં આવે તેવી સુચના આપે છે. જમાઈરાજ હવે રાજી રાજી થાય છે. એક વર્ષ ગયા પછી પોતાની સ્ત્રીને સુવાવડ આવી. સંતાન જમ્યા પછી રોગ લાગુ પડ્યો. અને મરણ પામી. હવે ભાઈસાહેબ ત્રીજીને પરણવા પ્રયાસ કરવા લાગ્યા. તેની સાસુ હવે વિચાર કરે છે કે, જે ત્રીજીને પરણું લાવશે તે મારૂં જેર ચાલશે નહિ. અને વશમાં પણ રહેશે નહિ. માટે કોઈ પણ નાતમાંથી કન્યા દેવાની ઈચ્છા કરે નહિ. એવી વાત ફેલાવવી. આમ વિચારીને ખાનગીમાં એવી વાત ફેલાવી કે, અમારા જમાઈની પ્રથમની બાયડી મરણ પામી શકે તરી થઈ છે. તેણીએ મારી પુત્રીને સુવાવડમાં મારી નાંખી. માટે કઈ પણ કન્યા આપશે, તેણીને પિલી ભૂતડી, શીકે તરી મારી નાંખશે. માટે ભૂલેચૂકે કઈ કન્યા આપશે નહિ. જ્ઞાતિવાળાએ ખરી વાત માની, કોશીશ કરતા કોઈ કન્યા દેતું નથી. હવે પાછા અધિક અફસોસ કરવા લાગ્યા. સાસુ તેને આશ્વાસન આપે છે. તમારા પુત્ર પુત્રીને મોટા કરીને પણ સારસંભાળ રાખવામાં ખામી રાખીશ નહિ. સુખેથી જીવન ગુજારે. સાસુએ
For Private And Personal Use Only