________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
નથી. પણ હંસની ચંચની માફક વૈરાગ્ય, સંગ વિગેરે સાર, તત્ત્વ લઈને પુષ્ટ બને છે. અને જડ પદાર્થોમાંથી ચેતનતત્વ, ભિન્ન માની નિર્લેપતયે, નિર્ભયતા સંસારમાં વિચરે છે. એટલે સંસારમાંથી સારી સારી, આત્માના ગુણોને ઉપગમાં આવે તેવી અને સહારે આપે તેવી, વસ્તુઓને ગ્રહણ કરે છે. તે પદાર્થોમાં જે ગુણો રહેલા છે, તે સહારે આપે એવા હોય તે જ, પ્રાપ્ત કરવા કોશીશ કરે. અન્યથા ઉપેક્ષાવૃત્તિ ધારણ કરતા હોવાથી, મહમમતાનું અને અહકારનું જોર ચાલતું નથી. તેથી પુદ્ગલના સુખમાં કદાપિ રાચીમાચી રહેતા નથી. પરંતુ ઔદયિક ભાવે ભોગી બન્યા. છતાં, ન્યારા ન્યારા રહે છે. એટલે ઉદાસીનતાને પરિણામ હોવાથી અપેક્ષાએ ભેગી કહેવાય. પણ તે નિજધન, આત્મતત્ત્વમાં તે યેગી હોય છે. મન, વચન અને કાયાની વૃત્તિ અને પ્રવૃત્તિઓ આત્મ સ્વરૂપમાં જતા હોય છે. સદ્દગુરૂ કહે છે કે, આવા અન્તરાત્માને, ક્ષયપસમભાવે મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન હોય, છતાં તે સમ્યજ્ઞાન, ધ્યાનમાં જોડે છે. લગાવે છે. આમ કરતાં ધ્યાનના વેગે, કાળલબ્ધિ
જ્યારે પ્રાપ્ત થાય છે. ત્યારે ક્ષાયિકજ્ઞાન પામી, સંસારની વિકારી જાલને ફગાવી દઈ, અહોનિશ ધ્યાનમાં રમણતા કરવા સમર્થ બને છે. માટે પશમભાવે મળેલ, સમ્યમ્ જ્ઞાનથી પણ ધ્યાનમાં લગની લગાવવી જોઈએ. ભલે માનસિકવૃત્તિ ચંચલતા ધારણ કરીને, દુન્યવી પદાર્થો તથા સંગમાં જાય, તે પણ, નાસીપાસ થવું નહિ. તે ધ્યાનમાં
For Private And Personal Use Only