________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭
એવી તાકાત રહેલી છે કે, ખસી ગએલ મનની વૃત્તિઓને પાછી ખેંચી લાવી, આત્માના ગુણ સાથે જોડે છે. માટે કંટાળવું નહિ. અને સિદ્ધચક, નવપદની આરાધના અને ધ્યાન પરમ આલંબન છે. માટે તેનું ધ્યાન કરી, આત્માના ગુણે ઓળખી, તેમાં સ્થિરતા કરે. અને અન્તરાત્મા બનો. આમ ધ્યાન કરતાં, જ્યારે ક્ષાયિભાવ પ્રગટ થશે ત્યારે એવા અધ્યવસાય થશે કે, હું કર્મોને કર્તા નથી. પણ, ઔદયિક ભાવે આવેલી કર્મપ્રકૃતિ, સઘળું કરી રહેલ છે. એટલે પોતે પિતાને અકર્તા તરીકે માને છે. અને આત્મસ્વરૂપન કર્તા બને છે. આ મુજબ અકર્તા અને કર્તાને અનુભવ લેતા લેતા, ક્ષાયિકજ્ઞાનના ગે કેવલજ્ઞાન પામી, સર્વથા કર્મોની જે પ્રકૃતિઓ રહેલી છે. તેને નાશ કરવા સમર્થ બને છે. માટે અરે ભાગ્યશાલીઓ બાહ્યદષ્ટિને ત્યાગ કરી આન્તરદષ્ટિવાળા બને. આન્તરદષ્ટિને લાભ થયા પછી પણ, ઘણો ઉપયોગ રાખવાની અગત્યતા છે. કારણ કે આત્માની શ્રદ્ધાવાળા પણ વ્યવહારમાં તે રહેલા છે ને? જે ઉપયોગ રાખે નહિ તે, બાહ્યદષ્ટિ પુનઃ હાજર થાય. માટે કાયિક પ્રવૃત્તિઓ, વિચાર કરવામાં અને બેલવામાં, બાહ્યદ્રષ્ટિમાં ભેગી ભળે નહિ અને તેનાથી ન્યારી રહે, તે મુજબ વર્તાય તે જ આન્તરદૃષ્ટિ સ્થિર થાય. એ સ્થિર સિદ્ધિ માટે એવી ભાવના રાખી વિચાર કરે છે, કોઈ પ્રાણીનું અહિત ચિન્તવાય નહિ. શત્રનું પણ હિત થાઓ. આમ ચિત્તવતા, મનની ચંચલતા અલ્પ થાય છે. તથા વચનો એવા બેસવા
For Private And Personal Use Only