________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
વિડંબનાઓને આવવાનો અવકાશ મળે તેમાં નવાઈ શી? માર્ગે ગમન કરતાં પણ અથડાઈ, ટીચાઈ ભૂમિમાં પડી અત્યંત વેદના ભેગવે છે. માટે તાકાત પ્રાપ્ત કરવા બાહ્ય દ્રષ્ટિને ત્યાગ કરવા પૂર્વક, અહંત્વ, મમત્વને નિવારવા વિવેકદ્રષ્ટિ ધારણ કરવી. વિવેક દષ્ટિના ગે જ, અહે વ અને મમત્વ, આત્માના સ્વરૂપમાં આવી નિવાસ કરે છે. એટલે મારો આત્મા તે હું છું. અને પદાર્થો અગર સંગે મારા નથી. પણ જુદા છે. જગતના પદાર્થો પર અહત્વ અને મમત્વ રાખવાથી તે ચાર ગતિમાં રખડવાનું થયું. એ રખડવામાં જન્મ, જરા અને મરણના અસહ્ય કષ્ટો, વિડંબનાઓ, વિપત્તિ આવી પડી. કોઈ પણ પ્રકારે સ્થિરતાને અનુભવ આવે નહિ. આવા આવા વિચારે આવતા હોવાથી, આન્તર દષ્ટિના વેગે, મમતા વિગેરે આત્મા તરફ વળે છે. અને માનસિક વિચારો પણ આત્મતત્ત્વના આવ્યા કરે છે. તેમ જ માનસિક અને શારીરિક તાકાત ઓછી થતી નથી. તેમજ ઇન્દ્રિયોનો વિષય, તથા તેને વિકાર ઉપશમવા માંડે છે. તેથી જલપંકજવત ન્યારા રહેવાય, અને શંખની માફક ઉજ્જવલ થવાય. અને સાંસારિક સંગે, ભલે પછી ઈષ્ટ આવીને મળેલ હોય કે, તેઓને વિયેગ થયું હોય તે પણ, હર્ષ, શક, સંતાપ થતું નથી. સંસાર નિદ્રા સમાન ભાસે છે. અને આત્મા જાગ્રત થએલ છે, એમ ભાસે છે. તે, સત્ય, આન્તર દષ્ટિવાળા સંસારના વ્યાવહારિક કાર્યો કરે, છતાં તેમાં લેપાતા
For Private And Personal Use Only