________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
મુજબ શુભ પરિણતિ ચેતનારૂપી સુબુદ્ધિએ કહેવાથી, કાંઈક ભાન આવ્યું. અને ચેતના તરફ પ્રીતિ જાગી. સદ્દગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, અનાદિકાલથી અશુભ પરિણતિના યોગે, અનાદિકાલથી સ્વસંપત્તિ, શક્તિ અને જ્ઞાનને, આ બાહ્યાત્મા ગુમાવી બેઠેલ છે; તેથી દુઃખ, વિડંબનાએ પામે તેમાં શી નવાઈ ? અને શાંતિ કયાંથી પ્રાપ્ત થાય? જે તેજ, અન્તરાત્મા બની શુભ ભાવનાને, શુભ પરિણતિને આધાર લે તે, આત્મસ્વભાવ સહેજે પ્રગટ થાય. અને અશુભ પરિણતિનો ત્યાગ થાય. ત્યારે ક્ષાયિક પાંચ લબ્ધિનો ભેગી એવે વેગી, અનુક્રમે અગી બની, સાદિ અનંતભાગે અનંત સુખને વિલાસી બની, શુદ્ધ પ્રકાશી થાય. નિર્મલ ધ્યાનને ધ્યાતા થાય ત્યારપછી પિતાના ઘરમાંથી આત્મા ખસે નહિ. સરૂ કહે છે કે, આમ અવસર પામીને, ધ્યાનાનંદી, નિજ પદને પામે. અને ગાવે. માટે સ્વઘરમાં આવવા કોશિશ કરવી જોઈએ.
સદગુરૂ ફરમાવે છે કે; પરઘરનો ત્યાગ કરી, સ્વઘરમાં આત્મા આવે છે ત્યારે તેની કેવી સ્થિતિ થાય છે તે તેત્રીશમાં પદ દ્વારા જણાવે છે કે,
(રાગ—આશાવરી) અવધૂત અનુભવ પથ કોઈ રાગી, દ્રષ્ટિ અન્તર જસ જાગી, અવધૂત અનુભવ પથ રાગી.
For Private And Personal Use Only