________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૯
મનાવે છે છતાં તે સામું જોતી નથી. અને છણકો કરીને, કહેવા લાગી કે, પ્રથમ તમે સુબુદ્ધિના ઘેર કેમ ગયા? મારે તમારી સાથે બેલવું નથી. આ સાંભળી પતિદેવ, અધિક કાલાવાલા કરવા લાગ્યું. પછી તે બેલવા લાગી. પણ અધિકારીને ઘરની મિલક્ત નાશ પામેલ દેખી, બહુ શક, સંતાપ થયે. સુબુદ્ધિ આવી કહેવા લાગી કે, પરઘર, કુબુદ્ધિના ઘેર ભમતા તમે દુઃખ પામેલ છે. માટે મારે ઘેર પધારે. ત્યાં તમને આનંદ પડશે. મનહર રસવતી મળશે. માટે આગ્રહભરી વિનતિ કરૂ છું કે, અરે અન્તર્યામી પતિદેવ ! પરઘરમાં ભટકવાનું મુકીને, આ પણ તમારૂ પિતાનું ઘર છે. તેમાં પારશે તે સદા સુખશાતા રહેશે. અરે વ્હાલમ ? અનાદિકાલથી તે અશુદ્ધ પરિણતિ, કુબુદ્ધિની સંગતિથી અનંતી વાર, અનંત, અસહ્ય પીડાઓ ભેગવી. હવે કાંઈક સમજે. વિચાર કરો. મારે પુત્ર વિવેક, તેમને સારી રીતે સહકાર આપશે. તમને અશુદ્ધ પરિણતિ, કુબુદ્ધિએ જે જે કાર્ય બતાવ્યું. અને જે જે કહ્યું તે તે પસંદ પડ્યું. અને મીઠું માન્યું. તેથી અનાદિની ટેવ, પડેલ છૂટતી નથી. અરે સ્વઘેર આવતા નથી. અરે અન્તર્યામી પતિદેવ ! તે ચેટ્ટીએ તમારી સંપત્તિની ખુવારી કરી છે. અને બાકી રહેલ સંપત્તિ, સત્તાની ખુવારી, ફન કરવા તેના સંગતિઓ, જે ચેરને પિંધાડ્યા છે. તે ચેટ્ટા, વ્યભિચારીઓ, રહી સહી સંપત્તિને લૂંટી રહ્યા છે, તેની તપાસ તે કરો. આ
For Private And Personal Use Only