________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩
પુત્ર, નિરક્ષર, મૂર્ણ રહે છે. ઠેઠ રહે છે. તે પણ, જે પ્રભુનું શરણ સ્વીકારી, ધર્મધ્યાનમાં આરૂઢ થાય તે, ભાગ્યશાલી બને. અને સુખી થાય. પણ ભાગ્યશાલી ભાઈને દેખી, અદેખાઈ ધારણ કરી, ચિન્તા, શેક કરે તે, જીવન ફેગટ ગુમાવે. એમ સમ્યગ્રજ્ઞાનીઓનું માનવું છે. સમ્યગજ્ઞાનીઓ તે પિકારી પોકારીને કહે છે કે, દુન્યવી ચિન્તાઓનો ત્યાગ કરી, આત્મા, કયા સાધનો, નિમિત્તો દ્વારા વિકાસ પામે તેની ચિન્તાઓ કરે. કે જેથી, સાંસારિક શેક, સંતાપ વિગેરે પણ ખસવા માંડે. પણ તેઓની શીખામણ માનવી નથી. અને ઈષ્ટ વસ્તુઓ ન મળતાં વાત કરે છે. તે પછી શાંતિ કેવી રીતે મળે ? મળે નહિ. માને કે, કેઈ આંબાના ઉપર રહેલી કેરીઓની લુંબ લેવા ઝાડ ઉપર ચડે. પણ આયુષ્યની અવધિ, મર્યાદા પૂરી થતાં, તેના ઉપરથી પડીને મરણ પામે. તે વેળાએ ચિન્તાઓ, શક, કરવાથી શું વળે ? પરંતુ મરણ પહેલાં ચિંતાને ત્યાગ કરી, નવકારમંત્રનું મરણ કરે તે, સદ્ગતિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને. માટે કર્મોના ઉદયે, જે થવાનું હોય છે તે થયા કરે છે. તેમાં હર્ષ શેક કરવે નહિ. સંકટ વેળાયે પ્રભુના ગુણોનું
સ્મરણ કરવું. તેમજ વિડંબનાઓના વખતે, અરે જીવડાએ? શીદને સંતાપ કરે છે. કર્મોને હઠાવવા માટે વિચાર, વિવેક લાવી, આત્મિક ગુણમાં અનંતસુખ સમાએલ આમ સમજી, રમણતા કરે તે સર્વે ઈચ્છાઓ, આશાઓ,
For Private And Personal Use Only