________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૭
લગ્ન કરવું તે હિતકર છે. આ મુજબ સાંભળી, આ ભાઈ સાહેબને પરણવાની તાલાવેલી થઈ. અને કન્યાને રૂપ, રંગ, લટકા, ચટકાઓને જોવા માટે પ્રયત્ન કરવા લાગે. તે તે કન્યાઓમાં ગુણ કેવા છે. તેની તપાસ કરવાની ઈચ્છા પણ થઈ નહિ. બસ. રૂપાળી કન્યા જોઈએ. પિસાપાત્ર તે હતે. પણ, માતપિતા નહોતાં. એક રૂપવતી કન્યા સાથે તેણે લગ્ન કર્યું. અને ભોગપભેગ, વિલાસ કરવા લાગ્યા. રૂપવતી નારીના કહેવાથી એક મોટરગાડી રાખી. તેમજ ચલાવવા માટે ડ્રાઈવર રાખી તેમાં તથા પેલમાં ધનવ્યય કરીને પોતે લહેર મા રહેલ છે. પરંતુ મોટરને પંચર પડતા ચિન્તા થવા લાગી. ચિન્તાને દૂર કરવા મોટર રાખી. પણ તેણીએ ચિન્તા ઉભી કરી. તેમજ પુત્ર, પુત્રી વિગેરેનો પરિવાર વધતા તેના ભરણપોષણની પણ ચિન્તાએ આવી ઘેરે નાખ્યો. ફક્ત ભરણપોષણની જ ચિન્તા નહતી. પણ, જ્યારે તે પરિવારમાં કઈ માંદુ પડે ત્યારે તેની પણ ચિંતા આવીને વળગી. સાથે પોતાના શરીરની તાકાત ઓછી થતાં વ્યાધિ ઉપસ્થિત થઈ. હવે તે ચિન્તાઓને પાર રહ્યો નહિ. જાવક વધવા લાગી. આવક અલ્પ થઈ. તેમાં વળી સરકાર તરફથી મકાનને ટેકસ, તથા આવકને તેમજ વારસાને ટેક્સ ભરવાને આવ્યું. આવક ઓછી થવાથી, ટેકસ ભરવાની, અને ભરણપોષણ તથા વ્યાધિઓને હડાવવાની ચિન્તામાં, હવે તે ભાઈ વિચાર કરવા લાગ્યા કે, લગ્ન કર્યું તેથી પરિવાર વધે. પરિવાર વિગેરેએ તે
For Private And Personal Use Only