________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
કરવાથી હૈયામાં હિંમત આવે છે. અને વાચિક, કાયિક, પ્રવૃત્તિઓ શુભ બને છે. એટલે તેની આરાધના કરનારને દુદૈવ કર્મ દૂર ભાગે છે. અને શુભકર્મ બંધાએલ હોવાથી, શુભ સંગે આવી મળે છે. માટે જે ખરાબ, દુઃખદાયક ચિન્તાઓ થાય છે. તેના કારણે દર્શાવ્યા. તેમજ સુખદાથીના કારણે જણાવ્યા. સુખદાયી સંસારનું પાલન કરીશ તે, શુભ કર્મો તને નડશે નહિ. કદાચ, પરભવના કર્મોદચથી, એવી ચિન્તાઓ તેમજ સંતાપાદિ થશે. પણ તે વિફલ બનશે. તેનું બલ ચાલશે નહિ. કારણ કે, સદાચાર, પંચાચારને એવે પ્રભાવ છે કે, તેને દેખી તે ભાગાભાગી કરે છે. માટે સદ્દગુરૂ કહે છે કે, અરે? શા માટે દુઃખદાયક કલ્પના, ચિન્તા કર્યા કરે છે. તેઓને હઠાવવા માટે સદાચારનું પાલન કર. તેથી હૈયામાં હિંમત આવશે. અને
ઔર પ્રકારની શક્તિ સ્વયમેવ આવી હાજર થશે. કલ્પના, ચિન્તા કરવી તે, હૈયાની હિંમત હારવા બરાબર છે. શારીરિક શક્તિને પણ આઘાત પહોંચાડવા સમાન છે.
એક માણસ કુંવારે હોતે ત્યારે તેને ઘણી ચિન્તા હતી. પણ તે કુંવારાને સંસાર સુખના રસિકની સબત થઈ તેથી તે રસિકે કહેવા લાગ્યા કે, કુંવારાઓના જન્મ વૃથા જાય છે. વિષયસુખને અનુભવ લેવાતું નથી તે પછી, આત્મિક સુખને અનુભવ ક્યાંથી આવે ! આવે જ નહિ. બીમારી આવતાં કેણુ સહકાર આપશે? તેમજ શુભ કાર્યોમાં પણ કોણ સહારે આપશે! કેઈ આપશે નહિ માટે અલ્યા!
For Private And Personal Use Only